કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે જેને ગુજરાતમાં ય સમર્થન સાંપડી રહ્યુ છે. કોળી સમાજના પ્રદેશ પ્રમુખ ચંદ્રવદન પીઠાવાલાએ લેખિત સમર્થન આપ્યુ હતું. આ મુદ્દે મંત્રી કુંવરજી બાવળિયાએ ખેડૂત આંદોલનને કેમ સમર્થન આપ્યુ તે મુદ્દે સમાજમાં રાજકીય રોફ જમાવ્યો હતો.

બાવળિયા

બાવળિયાએ ચંદ્રવદન પીઠાવાલાને પ્રદેશ પ્રમુખપદેથી હાંકી કાઢતાં કોળી સમાજમાં વિવાદ વકર્યો

કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષપદે ન હોવા છતાંય મંત્રી કુંવરજી બાવળિયાએ ચંદ્રવદન પીઠાવાલાને પ્રદેશ પ્રમુખપદેથી હાંકી કાઢતાં કોળી સમાજમાં વિવાદ વકર્યો છે. કૃષિ કાયદાના વિરોધમાં ગુજરાતના ખેડૂતો પણ આંદોલનના સમર્થનમાં છે. 700થી વધુ ખેડૂતો દિલ્હી બોર્ડર જઇને આંદોલનમાં હિસ્સેદાર બની ચૂક્યા છે.

આ તરફ, કોળી સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ ચંદ્રવદન પીઠાવાલાએ લેખિત પત્ર લખીને ખેડૂત આંદોલન જ નહીં, એલઆરડીના ઉમેદવારો દ્વારા ગાંધીનગરમાં ચાલી રહેલાં આંદોલનને સમર્થન આપ્યુ હતું જેના કારણે મંત્રી કુંવરજી બાવળિયાએ રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાના નાતે ચંદ્રવદન પીઠાવાલાને પ્રદેશ પ્રમુખપદેથી દૂર કર્યા હતાં. આ ઘટનાને પગલે કોળી સમાજમાં વિવાદના બી રોપાયાં છે. બાવળિયાનું કહેવું છે કે, કોળી સમાજના લેટરપેટનો દુરપયોગ કરાયો છે.

બાવળિયા

હું ખેડૂતનો દિકરો છું, હું ખેડૂત આંદોલનને સમર્થન કરીશ જ: ચંદ્રવદન પીઠાવાલા

ચંદ્રવદન પીઠાવાલાનું કહેવુ છેકે, હું ખેડૂતનો દિકરો છું. હું ખેડૂત આંદોલનને સમર્થન કરીશ જ. ખેડૂત અન્નદાતા છે તેને મારો ટેકો છે. આ કોઇ ગુનો નથી. હું કોઇ રાજકીય પક્ષની કઠપૂતળી નથી કે તેમના ઇશારે મારે નાચવું પડે. હું કોઇ દારૂવાળાને છોડાવવાની ભલામણ કરતો નથી.

હું જેલમાં જઇને આવ્યો નથી. બાવળિયા પહેલાં અરસીમાં જુએ. અખિલ ભારતીય કોળી સમાજના ઉપપ્રમુખ અજીત પટેલ કહે છેકે, 10મી જૂન બાદ કુંવરજી બાવળિયા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે રહ્યા નથી. એટલે તેમને કોઇને સસ્પેન્ડ કરવાનો હક જ નથી.

આમ, કોળી સમાજે ખેડૂત આંદોલનને સમર્થન આપતાં મંત્રી કુંવરજી બાવળિયાની ખુરશી ડગુમગુ થઇ હતી જેના પગલે બાવળિયાએ રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાના નાતે રોફ માર્યો હતો પણ સમાજના આગેવાનો એ બાવળિયાની દાદાગીરી સામે બંડ પોકાર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here