વિશ્વભરમાં કોરોના વાઇરસ ફેલાવનારા ચીનનું અર્થતંત્ર વેગ પકડી રહ્યું છે. આઇએમએફએ કહ્યું છે કે ચીન બહુ જ ઝડપથી આર્થિક નુકસાનમાંથી બહાર આવી રહ્યું છે. અને તેનો વિકાસદર આઠ ટકા રહેશે તેવુ અનુમાન વ્યક્ત કરાયું હતું.  આઠ ટકા વિકાસદરને પગલે ચીન 2021માં સૌથી મોટુ અર્થતંત્ર બની જશે. જ્યારે બીજી તરફ કોરોના વાઇરસને કારણે દુનિયાભરના દેશોનો આર્થિક વિકાસ અટકી ગયો છે અને ભારતની જેમ અન્ય દેશોમાં પણ જીડીપી માઇનસમાં જતો રહ્યો હતો.

ભારતની જેમ અન્ય દેશોમાં પણ જીડીપી માઇનસમાં જતો રહ્યો

વૈશ્વિક સ્તરે મહામારી અને આર્થિક ફટકો છતા ચીનનો આર્થિક વિકાસ આશ્ચર્યજનક પણ માનવામાં આવે છે. ચીનનો વિકાસદર આઠ ટકા સુધી પહોંચી જવાનું અનુમાન આઇએમએફ દ્વારા વ્યક્ત કરાયું છે. ચીન હાલ બહુ જ ઝડપથી આર્થિક વિકાસ કરી રહ્યું છે, જોકે તેનો વિકાસ બેલેંસિંગ નથી અને ડામાડોળ હોવાનું પણ આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

આર્થિક વિકાસ કરી રહ્યું છે, જોકે તેનો વિકાસ બેલેંસિંગ નથી

આઇએમએફના એશિયાના ડાયરેક્ટર હલગે બર્જરે કહ્યું હતું કે 2020માં ચીનનો વિકાસ દર બે ટકા હતો તે હવે 2021માં વધીને આઠ ટકા સુધી પહોંચી જશે. ચીનમાં હાલ ખાનગી રોકાણનું પ્રમાણ વધ્યું છે જોકે લોકો દ્વારા ખરીદીનું પ્રમાણ છે તે હજુ પણ મંદ છે અને આગામી દિવસોમાં તેમાં વધારો થશે જેથી જ ચીનનો આિર્થક વિકાસ વેગ પકડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here