ઇલેક્ટ્રોનિક વજનકાંટાની મદદથી ગ્રાહકોએ ચૂકવેલા પૈસા પ્રમાણે માલ મળવાને બદલે કરામત કરનારા વેપારીઓ ગ્રાહકોને 20 ટકાથી માંડીને 35 ટકા જેટલું ઓછું વજન આપતા હોવાની હકીકત બહાર આવી છે. રસ્તા પર શાકની લારીઓ લઈને વેચનારા, અનાજ કરિયાણાની દુકાન ચલાવનારાઓ અને ઘરે ઘરે જઈને પસ્તી ખરીદનારાઓ તથા ભંગાર ખરીદનારાઓ સહિતના અનેક ક્ષેત્રોમાં ઇલેક્ટ્રોનિક વજન કાંટાથી છેતરપિંડી કરવામાં આવી રહી છે.

પસ્તી ખરીદનારાઓ તથા ભંગાર ખરીદનારાઓ સહિતના અનેક ક્ષેત્રોમાં ઇલેક્ટ્રોનિક વજન કાંટાથી છેતરપિંડી કરવામાં આવી રહી છે

ઇલેક્ટ્રોનિક વજન કાંટામાં આંગળીના હળવા સ્પર્શથી બટન દબાવીને 20થી માંડીને 35 ટકા કે તેનાથીય વધુની છેતરપિંડી વજનમાં કરવામાં આવી રહી છે. ઇલેક્ટ્રોનિક વજન કાંટાનો ઉપયોગ કરનારાએ ગ્રાહકોને કિલોએ 200થી 350 ગ્રામ ઓછી વસ્તુ આપતા હોવાની શક્યતાઓ નકારી શકાતી નથી. આ માટે તેઓ ઇલેક્ટ્રોનિક કાંટાની સાથે થોડા ચેડાં કરે છે.

ઇલેક્ટ્રોનિક કાંટાની સાથે થોડા ચેડાં કરે છે

ગ્રાહકની સમક્ષ કાંટોનું વજન દેખાય ત્યારે તેમાં શૂન્ય ગ્રામ વજન દેખાય છે. પરંતુ જેવી વજનકાંટામાં અનાજ, કરિયાણું કે પછી શાકભાજી મૂકવાની શરૂઆત કરતી વેળાએ તે વેપારી ગ્રાહકને જરાય અણસાર ન આવે તે રીતે કાંટાની સપાટી પર લાગેલા બીજા એક બટનને દબાવી દે છે. પરિણામે વજનકાંટામાં મૂકેલી વસ્તુનું વજન ઓછું હોય તો પણ વધુ દેખાય છે. આ વધારો 20 ટકાથી માંડીને 35 ટકા સુધીનો હોય છે. ઇલેક્ટ્રોનિક કાંટાના બટન ફિધર ટચ એકદમ હળવા સ્પર્શથી ચાલુ થઈ જતાં હોય છે. તેથી તે બટન દબાવ્યા પછી કોઈ અવજ પણ આવતો નતી. પરિણામે ગ્રાહકને તેની સાથે છેતરપિંડી કરવામાં આવતી હોય તો તેનો ે અંદાજ પણ આવતો નથી.

ઇલેક્ટ્રોનિક કાંટાના બટન ફિધર ટચ એકદમ હળવા સ્પર્શથી ચાલુ થઈ જતાં હોય છે

પસ્તી અને ભંગાર ખરીદવા માટે ઘરે ઘરે આવનારાઓ પણ આ પ્રકારની છેતરપિંડી કરે છે. તેઓ વધુ માલ મૂકીને વજન ઓછું દેખાય તેવી કરામત ઇલેક્ટ્રોનિક કાંટા સાથે કરાવે છે. તેઓ પણ ઇલેક્ટ્રોનિક વજન કાંટાના જાણકાર પાસે કેલિબ્રેશનમાં ગરબડ કરાવે છે. તેને પરિણામે વજનકાંટામાં મૂકેલી પસ્તી કે ભંગારના વાસ્તવિક વજન કરતાં 35 ટકા જેટલું ઓછું વજન દેખાય છે.

આમ વધારે વજનનું ઓછું બનાવવાની કામગીરી અને ઓછા વજનને વધુ બતાવવાની કામગીરી કેલિબ્રેશનમાં ગરબડ કરીન ેકરવામાં આવે છે. શાકભાજી અને અનાજ-કરિયાણાના વેપારીઓને ત્યાં આ પ્રકારની ગેરરીતીઓ વ્યાપક પ્રમાણમાં થતી હોવાનું બની રહ્યું છે. આ સંજોગોમાં ઘરે વજન કાંટો રાખીન ેતોલમાપ કરવાની આદત પાડીને કયો વેપારી કેટલી ગરબડ કરે છે તેનો અંદાજ મેળવીને પછી તોલમાપ ખાતામાં તેમની સામે ફરિયાદ પણ કરી શકાય છે.

ઇલેક્ટ્રોનિક વજનકાંટા પર તોલમાપ ખાતાનું સીલ ચકાસી લો

ઇલેક્ટ્રોનિક વજનકાંટાને એક વર્ષ પૂરૂં થતાં પહેલા તેને સરકારના તોલમાપ ખાતા પાસે લઈ જઈને તેને વેરીફાય કરાવવો પડે છે, એમ તોલમાપ ખાતાના જાણકારોનું કહેવું છે. ઇલેક્ટ્રોનિક વજન કાંટાના વેરીફાય કરીને એટલે કે ચકાસણી કરીને તેના પર ટ્વિસ્ટેડ તાર લગાડીને લૅડથી એક સીલ લગાવવામાં આવે છે. મોટાભાગના વેપારીઓ આ વેરીફિકેશન કરાવતા નથી. આ સીલ તોડનાર વેપારી પણ ગુનેગાર ગણાય છે. આ ગુનો સજાને પાત્ર ગણાય છે. આ છેતરપિંડીથી બચવા માટે ગ્રાહકોએ પોતાના ઘરે પણ એક નાનો વજન કાંટો વસાવી લેવો જોઈએ. વેપારી દ્વારા માલ આપવામાં આવે તે પછી ઘરના વજન કાંટા પર તોલ કરીને તેમાં થતી ગરબડનો અંદાજ મેળવી શકાય છે. ત્યારબાદ જે તે વેપારી સામે તમે તોલમાપ ખાતાની કચેરીમાં ફરિયાદ કરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here