આશરે બે વર્ષ પહેલા સાઉથ આફ્રિકાના પ્રવાસે બોલ સાથે ચેડા કરવાના કારણે આખા વર્ષ માટે પ્રતિબંધ અને પોતાની કેપ્ટનશિપ ગુમાવનાર ઓસ્ચટ્રેલિયન બેટ્સમેન સ્ટીન સ્મિથ (Steve Smith) હવે ભારત સામે સિડની ટેસ્ટમાં પિચ સાથે ચેડા કરતાં રંગે હાથ ઝડપાયો છે. હકીકતમાં સિડની ટેસ્ટમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ ટીમ ઇન્ડિયા સામે જીત માટે 407 રનોનો ટાર્ગેટ આપ્યો હતો. પાંચમા દિવસે ઋષભ પંત અને ચેતેશ્વર પુજારાની ઉમદા ઇનિંગના દમ પર ભારત જીત તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે.

કેમેરામાં કેદ થઇ સ્મિથની આ હરકત

ઓસ્ટ્રેલિયન બોલર ખાસ કરીને નાથન લાયને દબાણ બનવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને કોઇ મદદ ન મળી શકી. યજમાન ટીમે આ જોડીને તોડવા માટે કેટલીક હરકતો કરવાનો પ્રયાસ કર્યો, જેમાંથી એક કેમેરાની નજરમાં આવી ગઇ. આ ફુટેજમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી બેટ્સમેનના માર્કને પગથી ભૂસી નાંખવાનો પ્રયાસ કરતો નજરે આવ્યો.

ઓસ્ટ્રેલિયન ખેલાડીએ કર્યુ આઇસીસીના નિયમનું ઉલ્લંઘન

છેલ્લા દિવસે પહેલા સેશનની રમતમાં ડ્રિંક્સ બ્રેક દરમિયાન રમત શરૂ થયાના થોડા સમય પહેલા જ સ્ટંપ કેમેરાએ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને પિચ પર બેટ્સમેનના માર્કને ભૂંસતા ઝડપી લીધાં. તે બાદ પંત વિકેટ પર આવ્યો. કેમેરામાં 49 નંબરની જર્સી વાળો ખેલાડી પોતાના પરથી માર્ક ભૂસતા નજરે આવી રહ્યો હતો અને આ જર્સી નંબર બીજા કોઇનો નહી પરંતુ સ્ટિવ સ્મિથનો છે. તે બાદ સ્મિથની ખેલ ભાવના પર સવાલ ઉઠવા લાગ્યા છે. આ ઉપરાંત આઇસીસીના નિયમનું ઉલ્લંઘન પણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here