સુપ્રિમ કોર્ટમાં ખેડૂત આંદોલન સાથે જોડાયેલી અરજી પર સૂનાવણી શરૂ થઈ ગઈ છે. સરકારની તરફથી અદાલતમાં જણાવવામાં આવ્યું છે કે બન્ને પક્ષોમાં હાલમાંજ મુલાકાત થઈ છે. જેમાં નક્કી થયું છે કે ચર્ચા ચાલતી રહેશે, જોકે ચીફ જસ્ટીસે આ મામલે નારાજગી વ્યક્ત કરી છે. ચીફ જસ્ટીસે જણાવ્યું છે કે જે રીતે સરકાર આ મામલે હેન્ડલ કરી રહી છે, તેનાથી અમે ખુશ નથી. અમને નથી ખબર કે આ કાયદો પાસ કર્યા પહેલા તમે શું કર્યું. ગત સુનાવણીમાં પણ વાતચીતનો દોર ચાલી રહ્યો છે તેમ જણાવવામાં આવ્યું હતું, પરતું શું થઈ રહ્યું છે?

સુપ્રિમ કોર્ટમાં ખેડૂત આંદોલન સાથે જોડાયેલી અરજી પર સૂનાવણી શરૂ
ગત સુનાવણીમાં પણ વાતચીતનો દોર ચાલી રહ્યો છે તેમ જણાવવામાં આવ્યું
સપ્રિમ કોર્ટે સોમવારે ખેડૂત આંદોલન સાથે જોડાયેલી અરજી પર સુનાવણી કરતા કેન્દ્રની મોદી સરકારને ફટકાર લગાવતા જણાવ્યું કે આંદોલનમાં ખેડૂતોના જીવ જઈ રહ્યા છે. તેમાં સરકાર હાલ આ કાયદા પર રોક લગાવશે કે પછી અદાલત જ આદેશ જાહેર કરશે. તમને જણાવી દઈએ કે છેલ્લા દોઢ મહિનાથી ખેડૂતો દિલ્હી બોર્ડર પર કાળા કાયદા વિરુદ્ધ સતત આંદોલન કરી રહ્યા છે.

દોઢ મહિનાથી ખેડૂતો દિલ્હી બોર્ડર પર કાળા કાયદા વિરુદ્ધ સતત આંદોલન કરી રહ્યા છે
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટીસે જણાવ્યું કે સરકારની એ દલીલો ચાલશે નહી કે કોઈ અન્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. તમે કેવી રીતે આ સમસ્યાનું નિરાકરણ કરી રહ્યા છો? સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે 41 ખેડૂત સંગઠનો કાયદો પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે, નહીં તો તેઓ આંદોલનને યથાવત રીતે ચાલશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
ચીફ જસ્ટિસે જણાવ્યું કે અમારી પાસે એક પણ એવી દલીલ નથી આવી કે જેમાં આ કાયદાની પ્રશંસા કરવામાં આવી

ચીફ જસ્ટિસે જણાવ્યું કે અમારી પાસે એક પણ એવી દલીલ નથી આવી કે જેમાં આ કાયદાની પ્રશંસા કરવામાં આવી હોય. કોર્ટે કહ્યું કે અમે ખેડુતોના કેસમાં અમે નિષ્ણાંત નથી, પરંતુ શું તમે આ કાયદાઓને રોકશો અથવા અમે આ પગલું ભરીશું. હાલની પરિસ્થિતિ બદથી બદત્તર થઈ રહી છે. લોકો મરી રહ્યા છે. અને હાજ થીજવાતી ઠંડીમાં બેસીને ધરણા કરી રહ્યા છે. ત્યાં ખોરાક અને પાણીની સંભાળ કોણ લઈ રહ્યું છે? આ મામલે પણ મોદી સરકારને કોર્ટે ફટકાર લગાવી છે.

સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે અમને ખબર નથી કે મહિલાઓ અને વડીલોને ત્યાં શા માટે અટકાવવામાં આવી રહ્યા છે, હાજ થિજવતી ઠંડીમાં આવું કેમ થઈ રહ્યું છે, અમે એક નિષ્ણાત સમિતિની રચના કરવા માંગીએ છીએ, ત્યાં સુધી સરકાર આ કાયદાને રોકે નહિંતર અમે એક્શન લઈશું.
અદાલતમાં સુનવાણી દરમ્યાન ચીફ જસ્ટિસને જણાવ્યું કે અમે આંદોલનને ખત્મ નથી કરવા ઈચ્છતા, તમે તેને યથાવત રાખી શકો છો. અમને એ જાણવા ઈચ્છીએ છીએ કે જો કાયદો હાલ પૂરતો સ્થગિત કરવામાં આવે તો તમે આંદોલનની જગ્યા બદલશો જ્યાં સુધી રિપોર્ટ ના આવે? જો કંઈપણ ખોટું થાય છે તો આપણે બધા તેના જવાબદાર રહીશું. જો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તો અમે ઈચ્છીએ છીએ કે કમિટી તેનું સમાધાન કરે. અમે કોઈનું ખૂન પોતાના હાથ પર નહીં લેવા ઈચ્છતા. પરંતુ અમે કોઈને કોઈપણ પ્રકારે પ્રદર્શન કરવાથી ના ના પાડી શકીએ.
અદાલતમાં સુનવાણી દરમ્યાન ચીફ જસ્ટિસને જણાવ્યું કે અમે આંદોલનને ખત્મ નથી કરવા ઈચ્છતા, તમે તેને યથાવત રાખી શકો છો. અમને એ જાણવા ઈચ્છીએ છીએ કે જો કાયદો હાલ પૂરતો સ્થગિત કરવામાં આવે તો તમે આંદોલનની જગ્યા બદલશો જ્યાં સુધી રિપોર્ટ ના આવે? જો કંઈપણ ખોટું થાય છે તો આપણે બધા તેના જવાબદાર રહીશું. જો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તો અમે ઈચ્છીએ છીએ કે કમિટી તેનું સમાધાન કરે. અમે કોઈનું ખૂન પોતાના હાથ પર નહીં લેવા ઈચ્છતા. પરંતુ અમે કોઈને કોઈપણ પ્રકારે પ્રદર્શન કરવાથી ના ના પાડી શકીએ. અમે એ ટીકાઓ પણ પોતાના માથા પર નથી લઈ શકતા, કારણકે અમે કોઈના પક્ષમાં છીએ અને અન્યના વિરોધમાં છીએ.