બેંક અકાઉન્ટને લાંબા સમય સુધી ઓપરેટ કરવામાં ન આવે તો તે ડૉરમેટ અકાઉન્ટ બની જાય છે. એટલે કે, તે ખાતાને નિષ્ક્રિય (બંધ) કરવામાં આવે છે. જો તમારી સાથે  પણ એવુ થયુ છે તો ચિંતા કરવાની જરૂર નથી. તમે આ બંધ અકાઉન્ટમાંથી પણ તમારા પૈસા કાઢી શકો છો. જેના માટે તમારે થોડી સરળ પ્રોસેસ પૂરી કરવી પડશે. બંકો  પાસે આવી પ્રકારના ખાતામાં અનકલેમ્ડ પૈસા સતત વધી રહ્યા છે.  બેંકોના અનકલેમ્ડ રકમમાં સેવિંગ્સ અકાઉન્ટ, કરંટ અકાઉન્ટ, FD, RD વગેરેમાં જમા થઈ શકે છે.

બંકોમાં સતત વધી રહી છે અનકલેમ્ડ રકમ

ભારતીય રીઝર્વ બેંક અનનુસાર, જો કોઈ ગ્રાહક પોતાના બેંક અકાઉન્ટમાં સતત 10 વર્ષ સુધી કોઈ લેવડ-દેવડ ન કરે તો તે અકાઉન્ટમાં જમા રકમ અનકલેમ્ડ થઈ જાય છે.  બંકો પાસે દર વર્ષે આવી રીતે રકમ વધતી જઈ રહી છે. વિતેલુ નાંણાકીય વર્ષ 2019ના અંતમાં બંકોમાં આવી રીતે કુલ રકમ લગભગ 18,380 કરોડ રૂપિયા થઈ ચૂકી છે.  જયારે, તેના પહેલા વિતેલા વર્ષમાં આ રકમ 14,307 કરોડ રૂપિયા હતી.

બેંકની વેબસાઈટ પર મળશે જાણકારી

આવી રીતના પૈસા RBIના ડિપોઝીટર એજ્યુકોશન એન્ડ અવેરનેસ ફંડમાં દર મહિને ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. નિયમો અનુસાર, દરેક બેંકોને પોતાની વેબસાઈટ પર  અનકલેમ્ડ રકમની વિગતો દેવાની હોય છે. બેંકની વેબસાઈટ પર જઈને તમારા નિષ્ક્રિય (બંધ) ખાતા વિશે જાણકારી મેળવી શકાય છે. જેના માટે જન્મતિથિ, નામ, પાનકાર્ડ નંબર, પાસપોર્ટ નંબર, પિનકોડ નંબર અને ટેલિફોન નંબર વગેરેની મદદથી સર્ચ કરી શકાય છે.

 બેંકિગ બાબતોના જાણકારોનું કહેવુ છે કે કોરોના વાયરસ અને લૉકડાઉનના લીધે બંકોએ ગ્રાહકોને ઘણી પ્રકારની સુવિધાઓ આપવાનુ શરૂ કર્યુ છે. બંકોએ આ પગલું એટલા  માટે ઉઠાવ્યું છે કે આવી કઠીન પરીસ્થિતીઓમાં લોકોને બેંકિંગ સેવાઓ જરૂરી રૂપથી મળતી રહે. બેંક હવે ગ્રાહકોને નિષ્ક્રિય અકાઉન્ટને રીવાઈવ એટલે ફરી ચાલુ કરવાનો મોકો આપી રહ્યા છે. જેના માટે નજીકની બેંક શાખાઓ પાસેથી સંપર્ક કરી શકાય છે.

શું છે પ્રસોસ ?

આ માટે ખૂબજ સરળ પ્રકિયા છે. તમારે માત્ર સંબંધિત બેંક બ્રાંચને એક મેઈલ કરવાનો રહેશે. આ મેઈલમાં તમે બેંકને અનુરોધ કરો કે તમારુ નિષ્ક્રિય (બંધ) ખાતુ ફરી  રીએક્ટિવેટ કરવામાં આવે. જેના માટે તમારે તમારુ ઓળખપત્ર, સરનામું વગેરે પ્રુફ આપવાનું રહેશે. તમારા દ્વારા મોકલેલા આવેદનના થોડા દિવસો બાદ જ બેંક તમારા  અકાઉન્ટને રીએકટિવેટ એટલે ચાલુ કરી દેશે. જોકે, આ સમય દરમ્યાન સાઈબર ક્રાઈમના વધતી બાબતોના જોતા ઘણી બેંકો રિમોટલી KYC અપડેટ કરવાથી પણ મનાઈ કરી શકે છે.

આવી સ્થિતીમાં બેંકો એવુ ઈચ્છે છે કે ખાતાધારક પોતે બેંક શાખા પર જઈને પોતાનું બંધ ખાતુ ચાલુ કરાવે. વરિષ્ઠ નાગરિકો માટે પોતાની એરીયા શાખામા  જવુ પડશે.  ડોરસ્ટોપ સર્વિસની પણ સુવિધા મળે છે. ડોરસ્ટોપ સર્વિસમાં સંબંધિત ઓફિશીયલ કલાઈંટના ઘર પર જઈને KYC અપડેટ કરે છે. જો કોઈ ખાતાધારક કોઈ બીજા  શહેરમાં રહે છો તો પણ તે તેના મૌજુદા (કરંટ)લોકેશન પર નજીકની શાખામાં જઈને KYC અપડેટ કરાવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here