હાથરસ ગેંગરેપ કેસની તપાસ કરી રહેલ સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT)ને વધુ 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે. ખરેખર તો પુરા કેસની તપાસ માટે SITને પહેલા સાત દિવસનો સમય આપવામાં આવ્યો હતો, જેનો સમયગાળો આજે પુરો થઇ રહ્યો હતો. આ વચ્ચે SIT ટીમે તપાસ માટે વધુ 10 દિવસનો સમય માગ્યો હતો, જેને ઉત્તર પ્રદેશની સરકારે મંજૂરી આપી દીધી છે.
ઉલ્લેખનીય છે કે ગૃહ સચિવ ભગવા સ્વરૂપની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની SITની ટીમ બનાવામાં આવી છે. જેની તપાસ 1 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી હતી. SITની ટીમે પીડિતાના પરિવાર સાથે વાતચીત કરી તેમનું નિવેદન લીધું.
આ સાથે કેસના સાક્ષીઓ સાથે વાતચીત કરી રીક્રિએટ સીન પણ કર્યો હતો. ગઇકાલે SITની ટીમ તે જગ્યા પર ગઇ હતી જ્યાં પીડિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
કોલ રેકોર્ડથી થયો નવો ખુલાસો
કાંડમાં ફોન કોલ રેકોર્ડથી નવો ખુલાસો થયો છે. SITની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સંદીપે ફોનથી પીડિતાના ભાઇની સાથે સતત વાતચીત થઇ હતી. ઓક્ટોબર 2019થી માર્ચ 2020 સુધી બંને વચ્ચે 104 કોલ થયા, જેમાં 62 કોલ આરોપી સંદીપના ફોન પર આવ્યા, જ્યારે 42 કોલ પીડિતાના ભાઇના ફોન પર.
સીબીઆઇ તપાસની કરાઇ ચૂકી છે ભલામણ
આ સૂપંર્ણ મામલે SITની તપાસ ચાલી રહી છે, પરંતુ યૂપી સરકારે આ મામલે CBI તપાસની પણ ભલામણ કરી ચૂકી છે, આ સાથે જ સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે કે તપાસ કોર્ટના નિર્દેશનમાં કરાવામાં આવે, પરંતુ પીડિત પરિવારજનો વારં વાર કહી રહ્યાં છે કે તેઓ CBI તપાસ ઇચ્છતા નથી.