રસોઈ ગેસ સિલિંડરની કિંમતો દિવસેને દિવસે વધી રહી છે. દેશભરમાં 14.2 કિલોગ્રામ LPG સિલિંડર પર 700થી 750 રૂપિયાનો વેચાઈ છે. ઘરની જરૂરી વસ્તુઓમાંની એક રસોઈનો ગેસ બુકિંગ પર જો કેશબેક મળે તો કેટલું સારુ! અમે તમને એક એવી રીત બતાવા જઈ રહ્યા છીએ જેમાં તમે ગેસ સિલિંડર પર 50 રૂપિયાનું  નિશ્ચિત કેશબેક મેળવી શકો છો. આના માટે તમારે તમારા ગેસ સિલિંડરને ICICI બેંક દ્વારા સંચાલિત પોકેટ વોલેટ દ્વારા બુક કરાવવો પડશે.

ગેસ સિલિન્ડર

કેવી રીતે મળશે કેશબેક ?

ICICI બેંકના પોકેટ વોલેટ અનુસાર, આ કેશબેક તે જ ગ્રાહકને મળશે જેને જાન્યુઆરીમાં પોકેટ્સ વોલેટ એપ દ્વારા પ્રથમ વખત ગેસ બુકિંગ કે બિલ પેમેન્ટ કરે. કેશબેક મેળવવા માટે PMRJAN2021 પ્રોમો કોડ નાખવાનો છે. તેમાં 10 %ના હિસાબે વધુમાં વધુ 50 રૂપિયાનું કેશબેક મળશે. આ ઓફર 25 જાન્યુઆરી 2021 સુધી માન્ય છે.

પોકેટ એપ પર ગેસ સિલિંડર બુક કરાવા પર મેળવો કેશબેક

  • તમારા POCKETS વોલેટ એપને ખોલો
  • હવે તેમાં PAY BILLS પર ક્લિક કરો.
  • ત્યારબાદ CHOOSE BILLERS માં MORE ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમારી સામે LPG નો ઓપ્શન આવશે, જેમાં તમે તમારી સર્વિસ પ્રોવાઈડર સિલેક્ટ કરો.
  • ત્યારબાદ કન્ઝ્યૂમર નંબર, ડિસ્ટ્રીબ્યૂટર આઈડી અને મોબાઈલ નંબર નાખો.
  • PMRJAN2021 પ્રોમો કોડ નાખી બાદમાં બુકિંગ અમાઉન્ટ સિસ્ટમ બતાવો.
  • હવે બુકિંગ અમાઉન્ટ પેમેન્ટ કરો.
  • ટ્રાંઝેક્શનના 10 દિવસની અંદર 10 %નો હિસાબથી વધુમાં વધુ 50 રૂપિયાનું કેશબેક તમારા પોકેટ વોલેટમાં ક્રેડિટ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here