હાથમાંથી ફોન જમીન પર પડે તો સ્ક્રીન તૂટવાની ઘટના ખૂબ ન મોંઘી પડતી હોય છે. મોબાઇલની સ્ક્રીન નવી નખાવવાનો ખર્ચ કેટલીક કંપનીમાં તો નવા મોબાઇલ જેટલો જ વધારે થતો હોય છે. ત્યારે દક્ષિણ કોરિયાના સંશોધકો દ્વારા એક પ્રવાહી તૈયાર કરવામાં આવ્યું છે. જે પ્રવાહીનો ઉપયોગ મોબાઇલની સ્ક્રીન બનાવવામાં કરવામાં આવે છે.

મોબાઇલ જમીન પર પટકાય અને તેની સ્ક્રીનમાં ક્રેક પડે એટલે તરત જ આ પ્રવાહી તેનું કામ શરૂ કરે છે. માત્ર ૨૦ મિનિટના ટૂંકા સમયમાં જ આ પ્રવાહી તે તુટેલી સ્ક્રીનને રિપેર કરી આપે છે. મોબાઇલની સ્ક્રિનના પ્લાસ્ટિકમાંથી બનાવેલા આ પ્રવાહીને અળસીના તેલમાંથી બનાવવામાં આવ્યું છે. દક્ષિણ કોરીયાના સંશોધકો દ્વારા અળસીના તેલ પર સંશોધન કરવામાં આવ્યા છે. સંશોધકો દ્વારા અળસીના તેલના માઇક્રોકેપ્સૂલનો ઉપયોગથી મોબાઇલની સ્ક્રીનમાં કરવામાં આવ્યો છે. જે માઇક્રોકેપ્સૂલ પારદર્શક હોવાથી મોબાઇલની સ્ક્રીનને કોઇજ અસર થતી નથી. પરંતુ જ્યારે મોબાઇલની સ્ક્રીન પર ક્રેક પડે છે, ત્યારે આ જ તે તુટી જાય છે. જેમાંથી નીકળતું અળસીનું તેલ મોબાઇલની સ્ક્રીનમાં પડેલી ક્રેકને રિપેર કરવાનું કામ કરે છે.

માત્ર ૨૦ મિનિટનાં ટૂંકા સમયમાં જ અળસીનું તેલ સ્ક્રીન પરની ૯૫ ટકા ક્રેક રિપેર કરે છે. જોકે, સામાન્ય રીતે આ તેલની મદદથી સ્ક્રીન રીપર કરવામાં કલાકોનો સમય લાગે છે. પરંતુ વધારે તાપમાન અથવા તો યુવી કિરણોના ઉપયોગથી આ કામગીરી માત્ર ૨૦ મિનિટમાં જ પૂર્ણ થઇ જાય છે. અળસીના તેલ પર થઇ રહેલા સંશોધનને કોરીયા ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી સંચાલીત ઇન્સ્ટિટયૂટ ઓફ એડવાન્સ કોમ્પોસાઇટ્સ મટીરિયલના સેન્ટરના હેડ ડો. યોંગ ચેં જુંગના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી રહ્યું છે.

સંશોધન અંગે કોમ્પોસાઇટ પાર્ટ બી :

એન્જિનિયરિંગ જરનલમાં પ્રકાશીત કરાયું છે. જેમાં તેમણે મટીરીયલ બનાવવાની રીતે તેમજ તે કઇ રીતે કામગીરી કરે છે તે વિષેની સંપૂર્ણ જાણકારી આપી છે. સંશોધકો દ્વારા પોલીમર બીલેયર ફીલ્મ બનાવવામાં આવી છે. જે બે લેયરથી તૈયાર થતી એક સેન્ડવિચ ફ્રેમ છે. જેમાં ઉપરના અળસીના તેલની માઇક્રોકેપ્સુલથી બનાવાય છે. જ્યારે નીચેનું લેયર ફોનની સ્ક્રીનના ગ્લાસમાંથી બનાવવામાં આવે છે. જેને સીપીઆઇ કહેવામાં આવે છે.  

સીપીઆઇ પેનલનો ઉપયોગ મોબાઇલ કે ટેબલેટની સ્ક્રીન બનાવવા જ નહીં પરંતુ સોલાર પેનલ બનાવવામાં પણ થાય છે. જોકે, આ બે લેયરથી બનાવવામાં આવેલી સ્ક્રીનનો ઉપયોગ હાલ માત્ર સંશોધન લેબોરેટરીમાં જ કરાયો છે. એપલ દ્વારા પણ તેના તજજ્ઞાોને આ વિષય પર સંશોધન કરવા જવાબદારી સોંપવામાં આવી હતી. જે બાદ ઓક્ટોબરમાં કંપની દ્વારા આ સેલ્ફ હિલિંગ સ્ક્રીનની ટેકનોલોજીને પેટન્ટ કરાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here