તમાકુ બધા કરતાં જીવલેણ બની છે, બીજી તરફ તમાકુના ઉત્પાદન અને નિકાસમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. 44 લાખ લોકો માટે બીડી રોજગારીનું સાધન છે. દેશના અર્થતંત્રમાં રૂ.23318 કરોડનું પ્રદાન તમાકુનું છે. એ કેન્સર નોતરે છે છતાં તેના પર પ્રતિબંધ કોણ મૂકે? હવે ગુજરાતમાં તમાકુના સેવનને લઈને ચોંકાવનારી હકીકત સામે આવી છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે(NFHS)માં પુરુષોની સરખામણીએ મહિલાઓ વધુ તમ્બાકુનું સેવન કરતી હોવાની વાત સામે આવી છે. રિપોર્ટના સર્વે પ્રમાણે પુરુષોની સંખ્યામાં 10.3 ટકાનો ઘટાડો આવ્યો છે. જ્યારે મહિલાઓની સંખ્યામાં 1.3 ટકાનો વધારો આવ્યો છે.

કેટલાક ગામડાઓમાં બાળકો પણ ખૂબ મોટા પાયે તમાકુનું સેવન કરતા જોવા મળે છે. તમાકુનું સેવન કરતા બાળકોની સંખ્યા પણ રાજ્યમાં મોટી છે. દારૂ પીવાની જેમ ગ્રામીણ મહિલાઓ માટે તમાકુનું સેવન એ પરંપરાઓનો એક ભાગ બની ગઈ છે. તમાકુનો ઉપયોગ હજુ પણ એક સાંસ્કૃતિક પ્રથા છે અને ભોજન પછી મહિલાઓ બદામ અને તમાકુ ખાતી જોવા મળશે. હવે ગુટકાની સરળ ઉપલબ્ધતાને કારણે ગ્રામીણ વિસ્તારોમાં તમાકુના વપરાશમાં વધારો થયો છે.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે(NFHS) પ્રમાણે 2005-06માં 60.2 ટકા પુરુષોએ તમાકુનું સેવન કર્યું હતું, જે વર્ષ 2015-16માં ઘટીને 51.4 ટકા થયું હતું અને 2019-20માં ઘટીને 41.4 ટકા થયું હતું. શહેરોમાં લગભગ 33.6 ટકા પુરુષો અને ગ્રામીણ વિસ્તારોમાં 46.7 ટકા પુરુષોએ વર્ષ 2019-20ના આંકડા મુજબ તમાકુનું સેવન કર્યું હતું. NFHS-IV (2015-16) મુજબ શહેરોમાં 46 ટકા પુરુષો અને ગ્રામીણ વિસ્તારોમાં 56.2 ટકા પુરુષોએ તમાકુનું સેવન કર્યું હતું.

જોકે, મહિલા ગ્રાહકોનું પ્રમાણ માત્ર એક ટકા ઘટ્યું હતું. વર્ષ 2005-06માં 8.4 ટકા મહિલાઓએ કોઈ પણ પ્રકારની તમાકુનું સેવન કર્યું હતું, જે વર્ષ 2015-16માં ઘટીને 7.4 ટકા અને 2019-20માં 8.7 ટકા થયું હતું. NFHS-V મુજબ તમાકુનું સેવન કરનારી મહિલાઓની સંખ્યા ગ્રામીણ વિસ્તારોમાં 11 ટકા અને શહેરી વિસ્તારોમાં 5.4 ટકા હતી. જોકે, NFHS-IV મુજબ ગ્રામીણ ગુજરાતમાં 9.1 ટકા મહિલાઓ શહેરી વિસ્તારોમાં 5.2 ટકાની સરખામણીમાં તમાકુનો ઉપયોગ કરે છે.about:blankabout:blankabout:blank

તમને જણાવી દઈએ કે, છત્તીસગઢમાં 39.1 ટકા લોકો કોઈને કોઈ પ્રકારના તમ્બાકુંનું સેવન કરે છે. આ દેશની સરેરાશ 28.4 ટકાથી વધારે છે. નેશનલ હેલ્થ એન્ડ ફેમિલી સર્વે-4 અનુસાર છત્તીસગઢમાં 15-49 વર્ષના 55 ટકા પુરુષ અને 22 ટકા મહિલાઓ તમ્બાકુનું સેવન કરે છે. પુરુષો તમ્બાકુમાં ગુખથા, પાન મસાલા જેવા માદક દ્રવ્યોનું વધારે સેવન કરે છે. જ્યારે મહિલાઓ પણ પુરુષોની સરખામણીમાં તમ્બાકુનું સેવન કરવામાં પાછળ રહી નથી. શહેરી વિસ્તારોમાં મહિલાઓ તમ્બાકુનું સેવન વધારે કરે છે.

ગ્લોબલ એડલ્ટ ટોબાકો સર્વે 2016-17ના આંકડા જાણીએ તો છત્તીસગઢ માં 39.1 ટકા લોકો કોઈને કોઈ પ્રકારના તમ્બાકુનું સેવન કરતા હતા. આ દેશની સરેરાશ 28.4 ટકાથી વધારે છે. તેમાં 7.3 ટકા તમ્બાકુંનું સેવન કરનારમાં 15 વર્ષની ઉંમર પહેલા સેવન શરૂ કર્યું હતું. 29 ટકાએ 15-17 વર્ષની ઉંમરથી અને 35.4 ટકાએ 18-19 વર્ષમાં સેવન શરૂ કર્યું હતું. એટલે કે સરેરાશ 18.5 વર્ષની આયુષ્યમાં તમ્બાકુંનું સેવન શરૂ કરવામાં આવ્યું હતું.

તમાકુ-અનિવાર્ય દૈત્ય : 20 કરોડ બંધાણી, 20000 કરોડનો ધંધો

ભારત તમાકુના ઉત્પાદનમાં વિશ્વમાં બીજા ક્રમે છે. દેશમાં 15 રાજ્યોમાં 4.5 લાખ હેક્ટર જમીનમાં તમાકુનું ઉત્પાદન થાય છે. દેશમાં આંધ્રપ્રદેશમાં 45ટકા, કર્ણાટકમાં 26%, ગુજરાતમાં 14%, ઉત્તરપ્રદેશમાં 5%, તમિલનાડુ-બિહારમાં 2-2% અને પશ્ચિમ બંગાળમાં 1% તમાકુ પાકે છે.

તમાકુનું ઉત્પાદન ઘટાડી ખેડૂતોને બીજા પાકો તરફ વાળવા સરકારે ક્રોપ ડાઈવર્સિફિકેશન પ્રોગ્રામ બનાવ્યો છે. જેના કારણે બે વર્ષમાં 15 રાજ્યોમાં 4.5 લાખ હેક્ટરમાં તમાકુના બદલે બીજા પાક ઊગવા માંડયા છે. તમાકુના પાક તરફથી ખેડૂતોને બીજા પાકો તરફ વાળવા બહુ મુશ્કેલ છે બંજર જમીનમાં પણ તમાકુ બહુ આસાનીથી ઊગે છે. ચીન અને બ્રાઝિલ પછી ભારત એવો દેશ છે જે વિશ્વના તમાકુ ઉત્પાદનમાં 9% હિસ્સો ધરાવે છે.

ભારતમાં બીડી, હુક્કા, ચીરૂટ, ચાવવા સહિતના ભાતભાતના ફોર્મેટમાં તમાકુ વપરાય છે. બીડી ઉદ્યોગનું કદ ગંજાવર છે. 44 લાખ લોકો માટે એ રોજગારી પણ છે. દેશમાં વિદેશ વ્યાપાર વિનિમયમાં તમાકુનું મૂલ્ય રૂ.4400 કરોડ છે, દેશના કૃષિ નિકાસમાં 4% હિસ્સો તમાકુનો છે. તમાકુની બનાવટો પરથી મળતી ટેક્સની આવક 14000 કરોડ છે. તમાકુની નિકાસમાં ભારત બ્રાઝિલ પછી બીજા ક્રમે છે.

છેલ્લાં પાંચ વર્ષમાં આ નિકાસમાં જુદીજુદી શ્રેણીમાં 76થી 209%નો વધારો થયો છે. તમાકુના ફ્લ્યૂ, ક્યોરડ વર્જિનિયાની ભારતમાંથી યુરોપ, જર્મની, રશિયા, કોરિયા, આફ્રિકા સહિતના દેશોમાં નિકાસ થાય છે. આંધ્રમાં સેન્ટ્રલ ટોબેકો રિસર્ચ ઈન્સ્ટિટયૂટના અહેવાલ મુજબ 2015-16માં ભારતીય અર્થતંત્રમાં તમાકુનું પ્રદાન 23,318 કરોડ અને નિકાસમૂલ્ય 6058 કરોડનું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here