તેલંગાણામાં એક 20 વર્ષીય યુવતી પહેલી મહિલા લાઈનવુમેન(linewomen) બની છે. એમણે એ સાબિત કર્યું છે કે મહિલાઓ માટે કઈ પણ કરવું અસંભવ નથી. આ છોકરીનું નામ બાબુરી સીરીશા છે. આ યુવતીએ બીજી અન્ય મહિલાઓ સાથે મળીને હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા અને તેલંગાણા દક્ષિણી પાવર કોર્પોરેશનની મહિલાઓ પ્રતિ લિંગભેદ વાળા નિયમને પડકાર્યો. તેમણે કહ્યું કે લાઇનમેનની પોસ્ટ માટે છોકરીઓને પણ સમાન અવસર મળવો જોઈએ.
મહિલાઓને કરવામાં આવી હતી વર્જિત

તેલંગાણામાં વીજળી વિભાગમાં લાઇનમેનની પોસ્ટ અંતે જે ભરતી નીકળી હતી તેમાં મહિલાઓને અલગ રાખવામાં આવી હતી. આ નિયમોમાં લખવામાં આવ્યું હતું કે અઢાર ફૂટ ઊંચા વીજળીના થાંભલા પર ચઢવામાં તકલીફનો સામનો કરવો પડશે.
હાર માનવું સ્વીકાર્ય નથી

પરંતુ અથોરીટીના આ બેનને મહિલાઓએ ન માન્યું અને તેને હટાવવા માટે કહ્યું, સીરીશાએ ઈલેક્ટ્રીશિયન ટ્રેડમાં આઈટીઆઈમાં અભ્યાસ કર્યો હતો. એની સાથે અન્ય આઠ છોકરીઓએ પોસ્ટ માટે એપ્લાય કર્યું હતું અને પરીક્ષા પાસ કરી હતી. ભરતી જેની ઉંમર 32 વર્ષ છે. તેમણે અને સીરીશાએ એક મિનિટમાં થાંભલા પર ચઢવા વાળી ટેસ્ટ પણ ક્લિયર કરી હતી. ભારતીએ જીતનું ક્રેડિટ પોતાના પતિને આપ્યું. જયારે સીરીશાએ પોતાની માંની હિંમતને સલામ કર્યું.
એક રિપોર્ટ મુજબ, એમના અંકલએ જ તેમને થાંભલા પર ચઢતા શીખવ્યું હતું. તેઓ કહે છે કે ક્યારે પણ તે પોતાની માનો સંઘર્ષ ન ભૂલી શકે, જેમણે તેમને ભણાવવા માટે ફૂલીનું કામ પણ કર્યું.