સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પગલે ભાજપ-કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોએ ચૂંટણીલક્ષી તૈયારીઓ આદરી છે ત્યારે બીજી તરફ,રાજ્ય ચૂંટણીપંચે પણ ચૂંટણીના આયોજનને લઇને ધમધમાટ શરૂ કર્યો છે. આજે રાજ્ય ચૂંટણીપંચે સમિક્ષા બેઠકનુ આયોજન કર્યુ છે.ઉતરાયણ બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનુ એલાન થઇ શકે છે.

રાજ્ય ચૂંટણીપંચે સમિક્ષા બેઠકનુ આયોજન કર્યુ

કોરોનાકાળમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાયા બાદ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે. કોરોનાના સંક્રમણ વચ્ચે રાજ્ય ચૂંટણી પંચ માટે પણ આ ચૂંટણી યોજવી એ પડકાર સમાન છે.ચૂંટણીના આયોજન માટે રાજ્ય ચૂંટણી પંચની એક મહત્વની બેઠક મળનાર છે જેમાં ચૂંટણીની તારીખો નક્કી થઇ શકે છે.

ભાજપ

ચૂંટણી પંચની એક મહત્વની બેઠક મળનાર છે જેમાં ચૂંટણીની તારીખો નક્કી થઇ શકે

ઉતરાયણ બાદ 18મીએ ચૂંટણીઓનુ એલાન થાય તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. રાજ્ય ચૂંટણી પંચ વિવિધ વિભાગો સાથે સંકલન સાધી ચૂંટણી યોજવા આયોજન કરી રહ્યુ છે. કોરોનાને કારણે ચૂંટણીમાં જોડાનારાં કર્મચારીઓને પીપીટી કીટથી માંડીને સેનેટાઇઝર સહિતની સુવિધાઓ અપાશે.મતદારો માટે મતદાન કેન્દ્રમાં હેન્ડ ગ્લોવ્ઝ,સેનેટાઇઝરની સુવિધા કરાઇ છે. સૂત્રોના મતે,28મી ફેબુ્રઆરીએ મહાનગરપાલિકા,પંચાયતોની ચૂંટણી યોજાઇ શકે છે. ભાજપ-કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોની નજર પર પણ ચૂંટણી પંચ પર મંડાઇ છે.

ભાજપ

ભાજપ-કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોની નજર પર પણ ચૂંટણી પંચ પર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય પક્ષો દ્વારા ધમધમાટ શરૂ થયો છે.. જે અંતર્ગત આગામી દિવસોમાં બગસરા નગર પાલિકાની ચૂંટણી પણ યોજવા જઇ રહી છે. અહીં 26836 ની વસ્તી ધરાવતો વિસ્તાર છે. જેમાં 13987 પુરુષ મતદારો,12846 સ્ત્રી મતદારો જ્યારે 3 અન્ય મતદારો છે. આ પાલિકા વિસ્તારમાં 7 વોર્ડ આવેલા છે અને 28 જેટલી બેઠકો પર આગામી સમયમાં ચૂંટણી યોજાવવાની છે. આ બેઠક પર છેલ્લા 5 વર્ષોમાં કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો વચ્ચે ભારે રસાકસી જોવા મળી છે. ત્યારે જીએસટીવીની ટીમ બગસરા પહોંચી હતી..ચૂંટણીને લઈને  સ્થાનિકોનો શું મિજાજ છે અને કેવો માહોલ જામ્યો છે તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here