ભારતનાં લદ્દાખમાં ગલવાન ખીણમાં LAC પર ચીનનાં જવાનોને બહાદુરીપુર્વક સામનો કરનારા ભારતીય સેનાનાં વીર જવાનોને યુધ્ધકાલિન ચક્રથી સન્માનિત કરવામાં આવશે. આ જવાનોને પ્રજાસત્તાક દિવસનાં સમારોહમાં સન્માનિત કરવામાં આવશે.

આ વીરતા પુરષ્કારોમાં જે જવાનોનાં નામની ભલામણ કરવામાં આવી છે, તે યાદીમાં 16 બિહાર કમાન્ડિંગ અધિકારી કર્નલ સંતોષ બાબુનાં નામનો પણ સમાવેશ થાય છે. તે ચીનની સેના સાથેના સંઘર્ષમાં શહિદ થયા હતાં.

અત્રે ઉલ્લેખનિય છે કે યુધ્ધકાલિન સન્માનોમાં પરમવીર ચક્ર, મહાવીર ચક્ર અને વીર ચક્રનો સમાવેશ થાય છે. ત્યાં જ શાંતિકાલિન સમયમાં ઉચ્ચતમ વીરતા પુરષ્કારોમાં અશોક ચક્ર, કિર્તી ચક્ર, અને શૌર્ય ચક્રનો સમાવેશ થાય છે, નોંધનિય છે કે ભારતીય સેનાએ પુર્વી લદ્દાખમાં પોસ્ટ 120 પર ગલવાનનાં બહાદુરો માટે એક સ્મારકનું પણ નિર્માણ કરાવ્યું છે.