જો તમે  નોકરીયાત છો તો તમારું EPFOમાં PF અકાઉન્ટ પણ હશે. તાજેતરમાં જ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે 2019-20 માટે 8.5% વ્યાજ ગ્રાહકોના ખાતામાં જમા કરવામાં આવી રહ્યું છે. જો તમારા ખાતામાં વ્યાજના પૈસા ન આવે, તો તમે તેના વિશે ફરીયાદ પણ કરી શકો છો. ગ્રીવે તેમની ફરિયાદ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા ફાઇલ કરી શકે છે. આટલું જ નહીં, તમે EPFOના ટ્વિટર હેન્ડલ @Socialepfo પર પણ ટ્વીટ કરીને ફરિયાદ નોંધાવી શકો છો.

કેવી રીતે કરવી ફરાયાદ ?

 • સૌ પ્રથમ https://epfigms.gov.in/ (epfigms.gov.in) લિંક પર જાવ.
 • ત્યાં Register Grievance પર ક્લિક કરો.
 • ત્યાર બાદ એક નવું પેજ ખુલશે. જેમાં તમારે સ્ટેટસ પસંદ કરવાનું રહેશે. તેમાં તમારા pf મેમ્બર, ips પેંશનર, એમ્પ્લોયર અથવા તો અન્યમાંથી કોઈ એક સિલેક્ટ કરો. જો તમારી પાસે UAN અથવા તો પેંશન પેમેન્ટ નથી તો OTHER વિકલ્પ પસંદ કરો.
 • PF સાથે જોડાયેલ ફરિયાદ માટે PF MEMBER સ્ટેટસ પસંદ કરો, જેના બાદ તમારો UAN  અને સિક્યોરિટી કોડ નાખી GET DETAILS પર ક્લિક કરો.

ડિટેલ મળ્યાબાદ આ બધુ કરવાનું રહેશે

 • આ બાદ તમને ડિટેલ દેખાશે. અહીં GET OTP પર ક્લિક કરો. જે બાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ અને ઈ-મેઈલ આઈડી પર OTP આવશે.
 • OTP નાખ્યા બાદ તમે વેરિફાઈડ થઈ જશો અને તમારે અંગત માહિતી ભરવી પડશે.
 • અંગત માહિતી નાખ્યા બાદ તે નંબર પસંદ કરો જેને લઈને તમારે ફરિયાદ નોંધાવાની છે.
 • તે બાદ એક પોપઅપ સ્ક્રીન ખુલશે. જેમાં તમારે પસંદ કરવું પડશે કે તમારી ફરિયાદ ક્યા મુદ્દા પર આધારિત છે.
 • ફરિયાદની કેટેગરી પસંદ કરો અને જરૂરી જાણકારી ભરો. જો તમારી પાસે કોઈ પ્રૂફ છે તો અપલોડ કરી શકો છો.
 • એક વાર ફરિયાદ રજિસ્ટર થયા બાદ ADD પર ક્લિક કરી અને સબમિટ પર ક્લિક કરો.
 • તે બાદ તમારી ફરિયાદ રજિસ્ટર થઈ જાય અને તમારા રજિસ્ટર મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી પર કમ્પ્લેઈન રજિસ્ટર નંબર આવશે જેને સાચવીને રાખવો.

તમારી ફરિયાદનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું

તમારી ફરિયાદ દાખલ થયા બાદ તેનું સ્ટેટસ તમે ચેક કરી શકો છો કે તમારી ફરિયાદને લઈ કેટલી પ્રોસેસ થઈ છે. અના માટે તમારે ફરી તે વેબસાઈટ પર જાવ જ્યાં તમે ફરિયાદ નોંધાવી હતી. સૌ પ્રથમ https://epfigms.gov.in/ (epfigms.gov.in) પર જાવ જ્યાં View Status વિકલ્પ દેખાશે. જેના પર ક્લિક કરી રજિસ્ટર નંબર અને મોબાઈલ નંબર નાખો. જે બાદ તમારા ફરિયાદનું સ્ટેટસ દેખાશે.

UMANG APP દ્વારા ચેક કરો તમારા PF  અકાઉન્ટ બેલેન્સ

આ એક સરકારી એપ છે જેના દ્વારા માત્ર EPF જ નહીં પરંતુ અન્ય સરકારી સેવાઓનો લાભ એક જ જગ્યાએથી લઈ શકાય છે.

1 સૌ પ્રથમ તમારા સ્માર્ટફોનમાં પ્લેસ્ટોર દ્વારા UMANG APP ડાઉનલોડ કરો.

2 તમારો ફોન નંબર રજિસ્ટર કરો અને એપમાં લોગિન કરો.

3 ટોપ લેફ્ટ કોર્નરમાં આપવામાં આવેલ મેનુમાં જી SERVICE DIRECTORYમાં જાવ

4 અહીં EPFO વિકલ્પ સર્ચ કરી ક્લિક કરો.

5 અહીં VIEW PASSBOOK માં જઈ તેમાં તમારા UAN નંબર અને OTP દ્વારા બેલેન્સ ચેક કરો.

SMS દ્વારા પણ જાણી શકો છો તમારી બેલેન્સ

1 આના માટે જરૂરી છે તમારો UAN નંબર EPFO સાથે રજિસ્ટર્ડ હોય.

2 તમારે 7738299899 પર EPFOHO UAN ENG લખીને મોકલો.

3 આ સર્વિસ અંગ્રેજી. હિન્દી, પંજાબી સહિત 10 અલગ-અલગ ભાષાઓમાં સપોર્ટ કરે છે.

મિસકોલનો પણ છે વિકલ્પ

1 SMS સર્વિસની જેમ મિસ કોલ દ્વારા PF બેલેન્સ ચેક કરી શકાય છે.

2 આના માટે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર 011-22901406 પર મિસકોલ કરો.

અહીં તમારે UAN, PAN અને આધાર લિંક હોવું જરૂરી છે.

epfo

EPFO પોર્ટલ દ્વારા

1 EPFO ની વેબસાઈટ પર લોગિન કરી epfindia.gov.in પર ઈ-પાસબુક પર ક્લિક કરો.

2 ઈ-પાસબુક પર ક્લિક કર્યા બાદ એક નવા પેજ passbook.epfindia.gov.in પર જાવ.

3 અહીં તમારો યૂઝરનેમ (UAN નંબર), પાસવર્ડ અને કેપ્ચ ભરો.

4 આ બધી ડિટેલ્સ ભર્યા બાદ એક નવા પેજ પર જઈને અહીં મેમ્બર ID પસંદ કરો.

5 અહીં ઈ-પાસબુક પર તમારી IPF બેલેન્સ મળી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here