કોરોના (Corona virus) ના કેસમાં પાછો ઉછાળો જોવા મળ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના (Corona)  વાયરસના નવા 72,049 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 67,57,132 પર પહોંચ્યો છે. 

નવી દિલ્હી: કોરોના (Corona virus) ના કેસમાં પાછો ઉછાળો જોવા મળ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના (Corona)  વાયરસના નવા 72,049 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 67,57,132 પર પહોંચ્યો છે. જેમાંથી 9,07,883 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 57,44,694 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થઈ ગયા છે. દેશમાં એક જ દિવસમાં કોરોનાથી 986 લોકોએ જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,04,555 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. 

11,99,857 સેમ્પલનું ટેસ્ટિંગ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 11,99,857 સેમ્પલનું ટેસ્ટિંગ થયું છે. જેમાંથી 8,22,71,654 સેમ્પલનું ટેસ્ટિંગ ગઈ કાલે એટલે કે 6 ઓક્ટોબરે કરાયું હતું. 

આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ શકે છે વેક્સિન
કોરોના વાયરસની રસી અંગે વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ અદનોમ ધેબિયસે મોટી જાહેરાત કરી છે. જિનેવામાં તેમણે કહ્યું કે, આ વર્ષના અંત સુધી કોરોના વાયરસની એક પ્રામાણિક રસી તૈયાર થઈ શકે છે. તેમણે રસી ઉપલબ્ધ થવા પર સમાન વિતરણ નક્કી કરવા માટે બધા નેતાઓ વચ્ચે એકતા અને રાજકીય પ્રતિબદ્ધતાનું આહ્વાન કર્યું છે. 

આ વર્ષના અંત સુધી બની જશે રસી!
ટેડ્રોસે ડબ્લ્યૂએચઓના કાર્યકારી બોર્ડની બેઠકમાં કહ્યું કે, આપણને રસીની જરૂર પડશે અને આશા છે કે આ વર્ષના અંત સુધી આપણી પાસે રસી હોઈ શકે છે. આ બેઠકમાં ડબ્લ્યૂએચઓ કોરોના વાયરસ મહામારીની વૈશ્વિક પ્રતિક્રિયાની તપાસ કરી રહ્યું છે. 

વિશ્વની 10 ટકા વસ્તીને કોરોના
કોરોના વાયરસને લઈને સોમવારે થયેલી WHOના 34 સભ્યોની કાર્યકારી બોર્ડની બેઠકમાં ડો માઇકલ રેયાને કહ્યું કે, શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં સંખ્યામાં પરિવર્તન થઈ શકે છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, તેનો મતલબ તે નથી કે દુનિયાની મોટી વસ્તી ખતરામાં છે. તેમણે કહ્યું કે, વિશ્વભરમાં દર 10માંથી 1 વ્યક્તિ કોરોનાથી સંક્રમિત હોઈ શકે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here