પ્રથમ ગ્રાસે મક્ષિકા/ રસીના આગમન સમયે જ આરોગ્ય કર્મચારીઓનું હડતાળ એલાન, 33 હજાર કામદારો રહેશે કામથી અળગા

16મી જાન્યુઆરીથી ગુજરાતમાં કોરોનાની રસી આપવાની કામગીરીનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે. રસીના આગમન સમયે જ રાજ્યના આરોગ્ય કર્મચારીઓ હડતાળનુ એલાન જારી કર્યુ છે. આજથી રાજ્યના 33 હજાર આરોગ્ય કર્મચારીઓ અચોક્ક્સ મુદતની હડતાળ પર છે.

રસીના આગમન સમયે જ રાજ્યના આરોગ્ય કર્મચારીઓ હડતાળનુ એલાન

ગાંધીનગરમાં કોવિડની માર્ગદર્શિકાનુ પાલન કરી સત્યાગ્રહ છાવણીએ ઉપવાસ-ધરણાં યોજી વિરોધ પ્રદર્શન કરશે. આરોગ્ય કર્મચારીઓના વણઉકેલ્યા પ્રશ્નો અંગે આરોગ્ય મંત્રી નીતિન પટેલને વારંવાર રજૂઆત કર્યા બાદ પણ કોઇ નિવેડો આવી શક્યો નથી . આરોગ્ય સચિવ ડો.જયંતિ રવિ સાથે પણ બેઠક યોજાઇ હતી તેમ છતાંય પ્રશ્નો ઉકેલાઇ શકયા નથી.

પ્રશ્નો ઉકેલાઇ શકયા નથી

આરોગ્ય કર્મચારીઓએ એવી ય ચિમકી ઉચ્ચારી છેકે, 16મી જાન્યુઆરીથી ગુજરાતમાં કોરોનાની રસી આપવાની કામગીરી શરૂ થઇ રહી છે ત્યારે આરોગ્ય કર્મચારીઓ કોરોના વોરિયર્સ તરીકે પણ રસી લેશે. એટલું જ નહીં, કોરોનાની રસી આપવાની કામગીરીથી અળગા રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here