હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ દર વર્ષે પ્રગટ થાય છે, જેમાં ક્યા દેશનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી છે, એ રજૂ કરવામાં આવે છે. આ વખતના લિસ્ટ પ્રમાણે ફરીથી જાપાનનો પાસપોર્ટ સૌથી વધારે શક્તિશાળી સાબિત થયો છે. જે-તે દેશનો નાગરિક વિઝા વગર કેટલા દેશમાં પ્રવેશ કરી શકે તેના આધારે પાસપોર્ટનો પાવર મપાય છે. જેમ કે જાપાની પાસપોર્ટ સૌથી વધુ 191 દેશોમાં સ્વિકાર્ય છે. 191 દેશોમાં જાપાની નાગરિક ઉતરીને પછી વિઝા મેળવે તો ચાલે.

પાસપોર્ટ

ભારતના નાગરિકો વિઝા વગર 58 દેશોમાં પ્રવાસ કરી શકે છે

સામાન્ય રીતે પરદેશમાં જવા પહેલા વિઝાની જરૂર પડતી હોય છે. ઘણા દેશોના પરસ્પર સારા સબંધોના કારણે વિઝા ઓન એરાઈવલ એટલે કે એરપોર્ટ પર આગમન વખતે વિઝા આપવાની સુવિધા ઉભી કરવામાં આવી હોય છે. આવી સુવિધા તથા અન્ય શરતોના આધારે પાસપોર્ટની ક્ષમતા નક્કી થાય છે. આ લિસ્ટમાં ભારતનો ક્રમ 85મો છે. ભારતના નાગરિકો વિઝા વગર 58 દેશોમાં પ્રવાસ કરી શકે છે.

લિસ્ટમાં કુલ 110 દેશો છે, જેમાં સૌથી છેલ્લે અફઘાનિસ્તાન છે. પાકિસ્તાનનો ક્રમ 107મો, ચીનનો ક્રમ 75મો, નેપાળનો 104મો, શ્રીલંકાનો 100મો ક્રમ જોવા મળ્યો હતો. અમેરિકન નાગરિકોને 185 દેશોમાં પ્રવેશ મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here