ત્વરિત (ઈન્સટન્ટ) લોન આપતી નવ એપને ગૂગલે પ્લે સ્ટોરમાંથી હટાવી દીધી છે. ગૂગલે જણાવ્યુ હતુ કે આ એપ ગૂગલ પ્લે સ્ટોરના નિયમોનો ભંગ કરતી હતી. આમ પણ ભારતીય રિઝર્વ બેન્કે થોડા સમય પહેલા જ આવી ઓનલાઈન તુરંત લોન આપતી એપથી સાવધાન રહેવા જણાવ્યુ હતું. તુરંત લોન આપતી એપ બાદમાં ઉંચુ વ્યાજ વસૂલતી હોય છે.

લોન

ઇન્સ્ટન્ટ લોન આપતી 10 એપ ગૂગલે હટાવી

કેટલીક એપ લોન આપી દીધા પછી લોન લેનારને ધાક-ધમકી પણ આપતી હોવાની ફરિયાદો નોંધાઈ છે. ગૂગલના કહેવા પ્રમાણે કેટલીક લોન આપનારી એપ દસ હજારથી ઓછી રકમની લોન માટે 2 હજાર જેવી ઊંચી પ્રોસેસિંગ ફી વસૂલતી હતી.

પ્લે સ્ટોરના વપરાશકારો આવા વિષચક્રમાં ન ફસાય એટલે પ્લ સ્ટોરની માલિક કંપની ગૂગલે આ નિર્ણય લીધો હતો. તો વળી અમુક એપ અઠવાડિયે 60 ટકા જેવો આસમાની વ્યાજ દર વસુલ કરતી હતી. એ રકમ ન ભરે એમની સાથે ગેરવર્તન કરવામાં આવતુ હોય છે.

દૂર કરાયેલી એપ્સ

  • 10MinuteLoan
  • Ex-Money
  • Extra Mudra
  • CashBean
  • Moneed
  • iCredit
  • CashKey
  • RupeeFly
  • RupeePlus

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here