આપણે અવારનવાર સાંભળીએ છીએ કે વૃક્ષ, છોડ વગેરે વનસ્પતિમાં પણ જીવ હોય છે. તો પણ માણસની માફક શ્વાસ લે છે, જો કે તેમને કાપતી વખતે આપણે આ વાત ભૂલી જઇએ છીએ. જરા વિચારો કે જો તમે કોઇ વૃક્ષ કાપ્યું અને તેની અંદરથી માણસની માફક લાલ કલરનું લોહી નિકળવા લાગે તો? જો આવું થાય તો આપણે ડરી જઇએ. ત્યારે આજે આપણે ક એવા જ વૃક્ષ વિશએ વાત કરવી છે, જેને કાપવાથી માણસની જેમ જ લાલ રંગનું લોહી નિકળે છે. મોટાભાગે લોકો આ વૃક્ષ વિશે જાણતા નથી પરંતુ જે લોકો જાણે છે તેઓ આ વૃક્ષને જાદુઇ માને છે.

વૃક્ષ

દક્ષિણ આફ્રિકામાં જોવા મળે છે આ અનોખુ વૃક્ષ

દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા આ અનોખા વૃક્ષને લોકો બ્લડવૂડ ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય પણ કિઆટ, મુકવા, મુનિંગા સહિતના ઘણા બધા નામોથી આ વૃક્ષ ઓળખાઇ છે. આ વૃક્ષનું વૈજ્ઞાનિક નામ સેરોકારપસ એંગોલેનસિસ છે. આ અનોખું વૃક્ષ મોજામ્બિક, નામીબિયા, તાંજાનિયા અને જિમ્બાબવે જેવા દેશોમાં જોવા મળે છે.

વૃક્ષ

ડાળ તૂટી જાય તો પણ તે જગ્યાએથી લાલ કલરનું પ્રવાહી ટપકવા લાગે છે

એવું નથી કે આ વૃક્ષને માત્ર કાપવાથી જ લોહી નિકળે છે, પરંતુ જો તેની ડાળ તૂટી જાય તો પણ તે જગ્યાએથી લાલ કલરનું પ્રવાહી ટપકવા લાગે છે. આ એક ઘાટો લાલ રંગનો પ્રવાહી પદાર્થ હોય છે, જે પહેલી નજરે જોતા લોહી જ લાગે. આ વૃક્ષની લંબાઇ 12થી 18 મીટરની હોય છે. વૃક્ષની ડાળો અને પાંદડાનો આકાર છત્રી માફક હોય છે. પાંદડાઓ ઘાટા હોય છે અને તેના ઉપર પીળઆ રંગના ફૂલ આવે છે.

આ વૃક્ષના લાકડામાંથી ઘણા કિંમત ફર્નિટર બને છે. આ વૃક્ષના લાકડાની ખાસ વાત એ છે કે તે સરળતાથી વળી શકે છે. આ વૃક્ષનો ઉપયોગ અનેક દવાઓમાં પણ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here