સિડની ટેસ્ટ (Sydney Test) ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચેની મેચ ડ્રો રહી, પરંતુ ઘણા ખેલાડીઓની ઈજા હોવા છતાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જ્યારે ઑસ્ટ્રેલિયાએ સિડનીમાં ભારતને 407 રનનો લક્ષ્યાંક આપ્યો ત્યારે ભારતને મેચ બચાવવી મુશ્કેલ લાગી રહી હતી. ચોથા દિવસની રમતના અંતે ભારતનો સ્કોર 2 વિકેટ પર 98 રન હતો. તે સમયે નક્કી નહોતું કે કરવામાં આવ્યો ન હતો કે ઋષભ પંત (Rishabh Pant) અને જાડેજા (Jadeja) મેચમાં શું પ્રભાવ પાડશે કારણ કે પંતને કોણી અને જાડેજાને ડાબા અંગૂઠામાં ઈજા થઈ હતી. ભારતને ત્યારે જોરદાર ઝાટકો લાગ્યો જ્યારે હનુમા વિહારી (Hanuma Vihari)ની માંસપેશીઓ ખેંચાઇ ગઇ.

તો ઋષભ પંત એ સવારના સેશનમાં પોતાનું દમ દેખાડ્યું. પંતને દુ:ખાવો હતો છતાં 118 બોલમાં 97 રનની યાદગાર ઇનિંગ્સ રમ્યો. પંત એ 97 રનની ઇનિંગ્સમાં 12 ચોગ્ગા અને 3 સિક્સર ફટકારી. તેમણે પહેલી ઇનિંગ્સમાં કમિંસના બોલ પર કોણીમાં ઇજા પહોંચી હતી. પંત કેપ્ટન રહાણેના આઉટ થયા બાદ બેટિંગ કરવા આવ્યો હતો. પંતને વિહારની પહેલાં બેટિંગ કરવા મોકલ્યા હતા.

પંતના આઉટ થયા બાદ હનુમા વિહારી બેટિંગ કરવા આવ્યો. ઑસ્ટ્રેલિયા ત્યારબાદ નવો બોલ લઇ લીધો. થોડાંક સમય બાદ જ ચેતેશ્વર પૂજારા 77 રન બનાવીને આઉટ થઇ ગયો. પંત અને પૂજારાની વિકેટે ભારતની જીતની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. મેચમાં હજુ પણ 40થી વધુ ઓવર બાકી હતી અને ભારત માટે મેચ ડ્રો કરવી સરળ નહોતી, પરંતુ હનુમા વિહારી અને રવિચંદ્રન અશ્વિને 256 બોલ રમીને મેચ ડ્રો કરાવી દીધી. હનુમા અને અશ્વિન દુ:ખાવો છતાંય મેચના અંત સુધી પીચ પર રહ્યા.

સૂત્રોના મતે ઋષભ પંચ અને હનુમા વિહારી એ 5મા દવિસે ઇજા થવાના લીધે દુ:ખાવો ઓછો કરવા માટે પેન કિલર્સનો ઓવરડોઝ લીધો. બંને ખેલાડીને ખૂબ દુ:ખાવો થતો હતો, પરંતુ તેમણે ટીમ માટે રમવાનાનું ચાલુ રાખ્યું. બ્રેક દરમ્યાન હનુમા વિહારી પેન કિલર્સ લેતા પણ દેખાયો.

પાંચમા દિવસે ભારતના ડ્રેસિંહ રૂમનો માહોલ સામાન્ય હતો. ખેલાડીઓને કહેવામાં આવ્યું હતું કે તેઓ સમય, ઓવર અને દર્દ બૂલી જાય અને દરેક બોલને મિની બેટલની જેમ લે. ટીમ ઇન્ડિયા એ આમ જ કર્યું. ઑસ્ટ્રેલિયાના બોલર્સે બધું જ અજમાવાની જોઇ લીધું પરંતુ તેઓ જીતવામાં સફળ રહ્યા નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here