મોદી સરકારે વર્ષ 2015માં ત્રણ સામાજિક સુરક્ષા યોજનાની શરૂઆત કરી હતી. તેમાંની એક પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના. આ એક સરકારી એક્સિડેંટલ પોલિસી છે. આ સ્કીમ એક વર્ષ માટે એક્ટિડેંટલ ડેથ એટલે કે જો કોઈ દુર્ઘટનામાં મોત કે અપાહિજ થાય તો તેને  કવર કરે છે. દરવર્ષે આ સ્કીમ રિન્યુ થાય છે.

ઇન્શ્યોરન્સ

આ સ્કીમમાં ત્રણ રીતે ફાયદો મળે છે. પહેલો ફાયદો કોઈ દુર્ઘટનામાં મોત સંબંધિત છે. જો વિમાધારક વ્યક્તિનું મોત થાય તો તેના નોમિનીને 2 લાખ રૂપિયા મળે. અને જો તેમના બંન્ને હાથ, પગ કે આંખો દુર્ઘટનામાં જતી રહે તો પણ તેને 2 લાખનો ફાયદો મળશે. જો આંખ જાય કે એક પગ કે હાથ ને નુકસાની થાય તો તેને 1 લાખ રૂપિયાનો લાભ મળશે. આ સ્કીમ માટે માત્ર 12 રૂપિયા પ્રીમિયમ ભરવું પડશે. આ સ્કીમ દર વર્ષે ઓટો રિન્યુ થાય છે. અથવા તો આ સ્કીમને રિન્યૂ કરાવી પડે છે.

આ સ્કીમ 18-70 વર્ષના લોકો માટે મર્યાદિત છે

પ્રીમિયમની ચૂકવણી બેંક અકાઉન્ટથી થાય છે. જે સમયે આ સ્કીમ માટે એનરોલમેંન્ટ થાય છે, તે જ સમયે ઓટો ડેબિટના વિકલ્પને પસંદ કરે છે. તો જાતે ડેબિટ થઈ જશે. આ સ્કીમ માટે મિનિમમ ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 70 વર્ષ છે. જો કોઈ પાસે વધુ બેંક અકાઉન્ટ છે તો તે કોઆ એક અકાઉન્ટથી આ સ્કીમનો લાભ લઈ શકે છે.

બેંક

આ જ રીતે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના પણ એક સામાજિક સુરક્ષા યોજના છે. અહીં એક ટર્મ ઈન્સ્યોરન્સ પ્લાન છે જે દેશના ગરીબ લોકોને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવ્યો છે. આ સ્કીમની સૌથી મોટી ખાસીયત એ છે રે આની વેલિડિટી 1 વર્ષની હોય છે અને દરવર્ષે રિન્યૂ થાય છે. જો વિમાધારક વ્યક્તિનું કોઈ કારણે મોત થઈ જાય તો તેના નોમિનીને 2 લાખ રૂપિયા મળે છે. એના માટે માત્ર 330 રૂપિયા ચૂકવવા પડશે. આ સ્કીમનો ફાયદો દેશનો કોઈ પણ ગરીબ નાગરિક ઉઠાવી શકે છે. આના માટે ઉંમર 18 થી 50ની વચ્ચે હોવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here