અનિષ્ટકારી અંગારક યોગ જો હોય કુંડળીમાં જાતક થાય દુ:ખી, પ્રભાવથી બચવા કરીલો આ ઉપાય
October 7, 2020 | 7:55 am IST
મંગળ અને રાહુનો યોગ થવાથી અંગારક યોગ બને છે. મંગળ અગ્નિ તત્વનો ગ્રહ છે અને રાહુ સામાન્ય રીતે વાયુ તત્વને અસર કરે છે. અગ્નિ અને હવાના સંયોજનથી અગ્નિ ભભકી ઉઠે છે અને વિસ્ફોટક જેવી પરિસ્થિતિઓ સર્જાય છે. શસ્ત્રક્રિયા અને અકસ્માત થવાની સંભાવના રહે છે. આ યોગ હોય તેને ગુસ્સો પણ વધે છે અને હિંસા તરફ દોરી જાય છે. આ યોગ દરેક રાશિ પર જુદા જુદા પ્રભાવો ધરાવે છે.
જો તમારી રાશિ મેષ, સિંહ અથવા ધનરાશિ હોય
જમણા હાથમાં ત્રાંબાનું કડુ પહેરો. મંગળનો મંત્ર “ॐ અંગારકાય નમ:” મંત્રનો જાપ 108 વાર કરો. દરરોજ સવારે ગોળ ખાવો અને પાણી પીવો. સફેદ રંગનો પ્રયોગ કરો.
જો તમારી રાશિ કન્યા કે મકર હોય
દરરોજ ત્રણ વખત હનુમાન ચાલીસાના પાઠ કરો. દર મંગળવારે મીઠી વસ્તુઓનું દાન કરો. મંગળવારે મીઠાનું સેવન ન કરો. લાલ રંગથી દૂર રહો.
જો તમારી રાશિનો જાતક મિથુન, તુલા રાશિ અથવા કુંભ છે
દરરોજ સવારે સૂર્યનારાયણને લાલ ફૂલો વાળુ જળ અર્પણ કરો હનુમાન ચાલીસાનો પાઠ કરો. એક તાંબાનો સિક્કો લો તેને હંમેશા સાથે રાખો.મુલતાની માટીથી વાળ અને ચહેરો ધોઈ લો.
જો તમારી રાશિ વૃશ્ચિક અથવા મીન છે
મંગળવારે ઉપવાસ રાખો. મંદિરમાં જઇને હનુમાન જીની સામે હનુમાન ચાલીસાના પાઠ કરો. કોપર ધાતુની વીંટી પહેરો. રેશમી લાલ કપડાં તમારી સાથે રાખો.