કોરોના વેક્સીનનો પ્રથમ જથ્થો અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યો.. અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સ્ટોરેજ  તેમજ અમદાવાદ સિવિલમાં આ વેક્સિનના જથ્થાને લઇ જવાની કવાયત હાથ ધરાઇ… વેક્સિનને ગાંધીનગર લઈ જવા માટે ગ્રીન કોરિડોર બનાવાઇ છે. એરપોર્ટથી ગાંધીનગરના સમગ્ર રૂટ પર પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ગાંધીનગરના સમગ્ર રૂટ પર પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

ગાંધીનગરના સમગ્ર રૂટ પર DCP,ACP,PI,PSI સહિતના પોલીસકર્મી આખા રૂટ પર તહેનાત કરાયા છે. ગાંધીનગરમાં સ્ટોરેજ રૂમ પર પણ રાઉન્ડ ધ ક્લોક પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો છે. ગાંધીનગરમાં તૈયાર કરવામાં આવેલા સ્ટોરેજ સેન્ટર ખાતેથી રાજ્યમાં નક્કી કરવામાં આવેલા રસીકરણ કેન્દ્રો પર વેક્સિન પહોંચાડવામાં આવશે.

વેક્સિન રૂટ-1
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ થી ઇન્દિરા બ્રિજ થઈને મધર ડેરી ત્યાંથી ચ-0 થઈને ઘ-0 થઈને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કોલ્ડ સ્ટોરેજ

વેક્સીન રૂટ-2
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી અસારવા સિવિલ જશે

  • સિરમ કોવિશિલ્ડ વેકસીન નો કુલ 5લાખ 60 હજાર જથ્થો આવશે
  • અમદાવાદ ગંધીનગર અને ભાવનગર માટે 2લાખ 76 હજાર
  • અમદાવાદ માટે 1 લાખ 8 હજારનો જથ્થો

સમગ્ર દેશમાં આગામી 16 જાન્યુઆરી 2021થી કોરોના વેક્સિન અભિયાન શરૂ થઇ રહ્યું છે ત્યારે આ વેક્સિનેશનના વિતરણ માટે ગુજરાત સરકાર તમામ રીતે સજ્જ છે. ત્યારે આજે કોરોના વેક્સીનનો પ્રથમ જથ્થો પહોંચ્યો છે.

પૂણેથી આઠ વિમાન દ્વારા દેશના તેર સ્થળોએ રસીને આજે દિવસ દરમિયાન પહોંચાડાશે.. કોરોનાની રસીની પહેલી ખેપ દિલ્હી રવાના કરાઇ હતી.  મહત્વનુ છે કે કોરોનાની કોવિશિલ્ડ રસીની પહેલી ખેપમાં વિલંબ થયો હતો. આમ તો સીરમ ઇન્સ્ટીટ્યૂટથી ગુરૂવારે રાતે રસીને એરલિફ્ટ કરવાની હતી. જો કે સીરમ ઇન્સ્ટીટ્યૂટ કેન્દ્રના સત્તાવાર આદેશની રાહ જોઇ રહ્યુ હતુ.  કેન્દ્રએ દસ કરોડ ડોઝ બસો રૂપિયા પ્રતિ ડોઝના હિસાબે ખરીદયા છે. માર્કેટમાં આ ડોઝ પ્રતિ હજારના ભાવે મળશે. સીરમ દર મહિને પાંચથી છ કરોડ ડોઝ તૈયાર કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here