શિલ્પા શિરોડકરે દુબઇમાં કોરોના વાયરસના રક્ષણ માટે વેકસિનનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. તેણે આ જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી. વેકસિન લીધા પછી શિલ્પાએ જણાવ્યું હતું કે, વેકસિન લેવાનો મતલબ એ નથી કે આપણે કોરોના વાયરસથી સુરક્ષિત ન રહેતા બિનધાસ્ત થઇ જવાનું.

શિલ્પાએ શેર કર્યું હતું કે, મને વેકસિનનો પ્રથમ ડોઝ મળી ગયો હોવાથી હું સ્વયંને સુરક્ષિત અનુભવી રહી છું. જોકે હજી મારે બીજો ડોઝ બાકી છે. મારે લોકોને એટલું જ કહેવું છે કે, વેકસિન લીધા પછી બિનધાસ્ત થઇ જવાની જરૂર નથી. પ્રામાણિક રીતે કહું કે, વેકસિન લીધા પછી પણ આપણે સંપૂર્ણપણે સુરક્ષિત નથી.

તેણે વધુમાં કહ્યું હતુ કે,  આ પછી પણ આપણે ઘણી સાવધાની રાખવી પડશે, જે રીતે હાલ માસ્ક પહેરીએ છીએ અને વારંવાર હાથ ધોઇએ છીએ સઘળી કોરોના વાયરસના ગાઇડલાઇન્સનું પાલન કરવું પડશે. મારો બીજો ડોઝ ૨૭ જાન્યુઆરીના છે. વેકિનેશન લેવાથી અન્ય કોઇ સાઇડઇફેક્ટ જોવા મલથી નથી. તેથી સિસ્ટમમાં વિશ્વાસ રાખવો જરૂરી છે અને આ માટે કાંઇ નકારાત્મક વિચારવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here