ટ્રેનોમાં સફર કરતી સમયે તમે પણ ભારતીય રેલવેના નિયમોનું ઉલ્લંઘન કરો છો તો સાવધાન થઇ જાઓ. રેલવે હવે આવા લોકો પર સખ્તી કરવાના મૂડમાં છે જે અજાણ્યામાં અથવા જાણીજોઈને એવા કામ કરે છે જે પોતાની અને બીજાનો જીવ જોખમમાં નાખે છે.

ઇન્ડિયન રેલવેની ચેતવણી

Indian railway

ભારતીય રેલવે તરફથી એક ટ્વીટ દ્વારા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. કે લોકો નિયમ ન તોડે નહીંતર એમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. એવામાં એક નિયમ છે રેલવેના પાટાને પાર કરવું, તો જાણીએ રેલવેએ શું આપી ચેતવણી.

રેલ પાટા પાર કર્યા તો થશે કાર્યવાહી

ભારતીય રેલવેએ રેલ પાટા પાર કરવાના કડક નિયમ બનાવ્યા છે, જે આજથી નહિ પરંતુ ઘણા સમયથી છે, પરંતુ લોકોને જોવામાં આવ્યા છે તેઓ બેફીકર થઇ આ નિયમોનું ઉલ્લંઘન કરે છે, જેનું પરિણામ છે ગંભીર અકસ્માત. રેલવેએ પાટાઓ પાર કરવા માટે પુલ અને ક્રોસિંગ જેવી વ્યવસ્થાઓ બનાવવામાં આવી છે, પરંતુ લોકો શોર્ટકટના ચક્કરમાં પાટા પરથી જ પુલ પાર કરે છે. શહેર વચ્ચેથી કોઈ ટ્રેન પસાર થાય છે તો ફાટક બનાવવામાં આવી છે, પરંતુ લોકો ઉતાવળમાં ફાટક ખોલવાની રાહ નથી જોતા અને પાટા પાર કરી લે છે. રેલવેએ હવે નક્કી કર્યું છે કે આ નિયમનોનું ઉલ્લંઘન કરવા પર 6 મહિના સુધીની જેલ અને 1000 રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે.

શું છે નિયમ ?

રેલ અધિનિયમની ધારા 147 હેઠળ રેલવેના પાટા પાર કરતી સમયે પકડાઈ જવા પર 6 માસની જેલ અને 1000 રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે. એના માટે રેલવેએ લોકોને જાગૃત કરવા માટે ટ્વીટ કર્યું છે. ઉત્તર રેલવેએ લખ્યું, ‘પોતાની સુરક્ષા માટે માત્ર નિર્ધારિત સ્થાળો પરથી જ રેલ પાટા પાર કરો.’

ઉત્તર રેલવેનું એલર્ટ

આગળ ટ્વિટમાં ઉત્તર રેલવેએ લોકોને એલર્ટ કરતા લખ્યું, ‘રેલના પાટા પાર કરતા પકડાઈ જવા પર રેલ અધિનયમ ધારા 147 હેઠળ 6 માસની સજા અથવા 1000 સુધી દંડ ભરવો પડી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here