Redmi 9 Powerની કીંમત ભારતમાં 4GB+64GB વેરીયન્ટ માટે 10,999 રૂપિયા અને 4GB+128GB વેરીયન્ટ માટે 11,999 રૂપિયા રાખવામાં આવી છે. ગ્રાહક આજે આ ફોનને એમેઝોન ઈન્ડિયા અને શાઓમીની વેબસાઈટ પરથી ખરીદી શકશે. સેલની શરૂઆત બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. ગ્રાહક 4 કલર ઓપ્શન બ્લેઝીંગ બ્લૂ, ઈલેકટ્રીક ગ્રીન, ફિયરી રેડ અને માઈટી બ્લેકમાં ખરીદી શકશે.

Redmi 9 Powerના સ્પેશીફિકોશન્સ

ડ્યુઅલ સિમ (નેનો)સપોર્ટવાળો આ સ્માર્ટફોન એન્ડ્રોયડ 10 બેસ્ડ MIUI 12 પર ચાલુ છે. અને તેમાં 6.53 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. સાથે કોર્નિગ ગોરીલ્લા ગ્લાસ 3નો પ્રોટેકશન પણ આપવામાં આવ્યું છે.આ સમાર્ટફોનમાં 4GBLPDDR4X રેમ અને ADRENO 610 GPU સાથે ઑકટાકોર કવાલકોમ સ્નેપડ્રેગન 662 GPU છે. જેમાં 4 જીબી એલપીડીડીઆર 4 એક્સ રેમ અને એડ્રેનો 610 જીપીયુ છે. રેડમી 9 પાવરની ઇન્ટરનલ મેમરી 128 જીબી સુધીની છે,જેને કાર્ડની મદદથી 512 જીબી સુધી વધારી શકાય છે. 
આ ફોનમાં સ્ટીરિયો સ્પીકર્સ પણ આપવામાં આવ્યા છે. અહીં ફિંગરપ્રિન્ટ સેન્સર સાઇડ માઉન્ટ થયેલ છે અને તેની બેટરી 6,000 MAH છે. આ સાથે,18Wફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.ફોટોગ્રાફિ માટે તેના રીયરમાં 48MP પ્રાઈમરી કેમેરા, 8MP અલ્ટ્રા-વાઈડ એંગલ કેમેરા અને 2MP ડેપ્થ કેમેરા અવેલેબલ છે. સેલ્ફી માટે તેના ફ્રંટમાં 8MPનો કેમેરો આપવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here