આપણે બધા GOOGLE અને YOUTUBEનો ઉપયોગ કરીએ છીએ. પછી ભલે તે કોઈની માહિતી મેળવવી હોય કે ખરીદી કરવી હોય. GOOGLE દરેક માટે ખૂબ મહત્વનું બની ગયું છે. કેટલાક લોકોએ તેને GOOGLE બાબા કહેવાનું શરૂ કર્યું છે. તેમાં દરેક સવાલનો જવાબ છે. ઉપરાંત, તમારી દરેક સર્ચ વિશેની માહિતી પણ GOOGLE પાસે છે. આપણે જે સર્ચ કરીએ તે આધારે GOOGLE આપણને અન્ય સર્ચ પરિણામો બતાવે છે.
google
તેમજ YOUTUBE વિશે વાત કરીએ  તો YOUTUBE પર તમે મૂવી જોવાથી લઈને ફૂડ રેસિપિ જોવા સુધીના ઘણા કામ કરી શકો છો. તમે ઇચ્છો તો અહીં તમે તમારું પોતાનું પેજ પણ બનાવી શકો છો, જેમાં તમે તમારા વીડિયોઝ પણ પોસ્ટ કરી શકો છો. આપણે સામાન્ય રીતે આ બંને ચીજોનો ઉપયોગ કરીએ છીએ.
તમે GOOGLE  અથવા YOUTUBE પર જે પણ સર્ચ કરો છો તે તેમની સર્ચ હિસ્ટ્રીમાં સેવ થાય છે. તમારા સિવાય તમારો ફોન અથવા લેપટોપનો ઉપયોગ કરનાર કોઈ પણ આ સર્ચ જોઈ શકે છે. ઘણી વાર આપણે એવી ચીજો શોધી કરીએ છીએ જેને આપણે ઈચ્છીએ છીએ કે કોઈ બીજુ ન જોવે. ઘણી વખત તમે એવી વસ્તુઓ સર્ચ કરો છો કે જેને તમે ડીલીટ કરવા નથી માંગતા. પરંતુ આપણામાંના ઘણા લોકોને તે અંગેની રીત ખબર નથી.
જેમ અમે તમને જણાવ્યું કે તમારા GOOGLE અથવા YOUTUBE પર ક્યારે શું સર્ચ કરવામાં આવ્યું છે તે અંગેની જાણકારી કોઈ પણ આપી શકે છે, જેની પાસે તમારો ફોન કે લેપટોપનું એક્સેસ છે. એવામાં આપણા માટે સારું એજ છે કે આપણે GOOGLE અથવા YOUTIBEની સર્ચ હિસ્ટ્રી ડિલિટ કરો. આ સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરવાની રીતે ખૂબ સરળ છે. જે અમે તમને આ લેખ દ્વારા જણાવશું.

GOOGLEની હિસ્ટ્રી આ રીતે કરો ડિલીટ

1 GOOGLEની હિસ્ટ્રી ડિલીટ કરવા માટે તમારે સૌ પ્રથમ તમારા ફોન અથવા ડેસ્કટોપમાં CHROME ખોલો. 
2 ત્યારબાદ ટોપ રાઈટ કોર્નરમાં MOREનો વિકલ્પ પર ક્લિક કરો. 
3 અહીં તમને હિસ્ટ્રીનો વિકલ્પ દેખાશે. જેના પર તમારે ક્લિક કરવું પડશે. 
4 ત્યારબાદ ફરી હિસ્ટ્રી પર ક્લિક કરો.  
5 પછી ડાબી સાઈડમાં દેખાતા CLEAR BROWSING DATA પર ક્લિક કરો. 
6 હવે એક ડ્રોપ-ડાઉન મેનુ આવશે જેમાં તમારે સિલેક્ટ કરવાનું રહેશે કે તમારે ક્યાં સુધીની હિસ્ટ્રી ડિલીટ કરવી છે. તેમાં તમારે TIME RANGE સિલેક્ટ કરી તેમાં એક કલાક, એક દિવસ, 7 દિવસ, 4 સપ્તાહ કે હંમેશાનો વિકલ્પ સિલેક્ટ કરો. સાથે જ બધા ચેકબોક્સ પર ટીક કરો. 

7 વિકલ્પ સિલેક્ટ કરી નીચે આપવામાં આવેલ CLEAR DATA પર ટેપ કરવું પડશે.

YOUTUBEની હિસ્ટ્રી કઈ રીતે કરવી ડિલીટ

1 આના માટે તમે સૌ પ્રથમ YOUTUBE પર જાવ.

2 તેમાં ડાબી સાઈડ પર આપવામાં આવેલ હિસ્ટ્રીનો વિકલ્પ ટેપ કરો.

3 ત્યારબાદ તમારી સામે એક પેજ ખુલશે જેમાં તમને તમારા દ્વારા સર્ચ કરવામાં આવેલા વીડિયો દેખાશે.

4  જમણી સાઈડમાં WATCH HISTORY ચેક કરો અને પછી નીચે આપવામાં આવેલ CLEAR ALL WATCH HISTORY પર ક્લિક કરો.

5 હવે એક પોપ-અપ વિન્ડો ખુલશે જેમાં નીચે આપવામાં આવેલ CLEAR WATCH HISTORYના વિકલ્પ પર ક્લિક કરો. જેથી તમારી YOUTUBE સર્ચ હિસ્ટ્રી ડિલીટ થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here