આર્મી ચીફ એમએમ નરવણેએ કહ્યું કે દેશની સેના ન ફક્ત પૂર્વી લદ્દાખમાં જ સજ્જ છે. પરંતુ ઉત્તરી બોર્ડર ઊપર પણ હાઈએલર્ટ મોડ પર જ છે. અહીં સેના દરેક ચેલેન્જ સામે લડી લેવા તૈયાર છે. આર્મી ચીફે પોતાની વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ગત વર્ષ મુશ્કેલીઓથી ભરેલું રહ્યું. ભારતીય સેના દરેક મુશ્કેલીઓનો સામનો કરવા માટે તૈયાર છે. બોર્ડર પર તણાવ હતો. અને કોરોના સંક્રમણનો ભય પણ હતો. પરંતુ સેનાએ તમામ સામે પોતાની પૂરી તાકાતથી સામનો કર્યો છે.

પાકિસ્તાન અને ચીન મળીને કરે છે ભારત માટે ખોટો ખતરો પેદા
સેના પ્રમુખ એમ એમ નરવણેએ કહ્યું કે પાકિસ્તાન અને ચીન મળીને ભારત માટે શક્તિશાળી ખતરો પેદા કરી રહ્યા છે. અને ક્યારે પણ ટકરાવ થવાની ચિંતા હટી નથી. કોઈપણ સમયે સળી કરવા તૈયાર હોય છે. તેમણે કહ્યું કે અમે ઉત્તરી બોર્ડર પર અને લદ્દાખમાં ઉચ્ચ સ્તરીય તૈયારીઓ કરી છે. અને કોઈપણ મુશ્કેલી સામે લડી લેવા તૈયાર છે. અમે તમામ ક્ષેત્રનો સામનો કરવા માટે સક્ષમ છીએ.
કોઈપણ ચેલેન્જનો સામનો કરવા તૈયાર
લદ્દાખની ઉત્તરી સીમાની તૈયારીઓ બાબતે જણાવતા આર્મી ચીફે કહ્યું હતું કે સેનાએ શિયાળાની ઠંડીને લઈને પણ પહેલીથી જ પૂરતી તૈયારીઓ કરી લીધી હતી. લદ્દાખની પરિસ્થિતિ વિશે જણાવતાં કહ્યું કે અમને શાંતિપૂર્ણ સમાધાનની આશા છે. પરંતુ અમે કોઈ પણ આકસ્મિક આપત્તિઓને પહોંચી વળવા સજ્જ છીએ. કોઈપણ ચેલેન્જનો સામનો કરવા તૈયાર છે. આના માટે ભારતીય સેના માનસિક રીતથી લઈ તમામ લોજિસ્ટિક રીતે સંપૂર્ણ સજ્જ છે.
ચીન સાથે કોપ્સ કમાન્ડર લેવલની 8 તબક્કાની મિટીંગો થઈ ચૂકી
સેના પ્રમુખે કહ્યું કે પૂર્વી લદ્દાખમાં અમે ચોક્કસ છીએ. ચીન સાથે કોપ્સ કમાન્ડર લેવલની 8 તબક્કાની મિટીંગો થઈ ચૂકી છે. અમે આગળના રાઉન્ડની વાતચીતની રાહ જોઈ રહ્યા છીએ. અમને આશા છે કે સંવાદ અને સકારાત્મક પહેલથી આ મુદ્દે કોઈ ચોક્કસ ઉપાય નીકળશે. તેમણે કહ્યું કે કોઈ પણ આપત્કાલિન પરિસ્થિતિથી લડવા માટે અમારી તૈયારી ખૂબજ ઉચ્ચ કક્ષાની છે. આપણી સેનાનું મનોબળ ખૂબજ ઊંચું છે.
પાકિસ્તાન હજુ પણ આતંકવાદની સાથે ગરબડી કરી રહ્યું
પાકિસ્તાનની આલોચના કરતાં કહ્યું કે પાકિસ્તાન હજુ પણ આતંકવાદની સાથે ગરબડી કરી રહ્યું છે, પરંતુ આતંકવાદ પ્રતિ આપણી નીતિ જીરો ટોલરન્સ છે. અમે અમારા સમય, સ્થાન અને લક્ષ્ય પર પ્રતિક્રિયા આપવા માટે પોતાનો અધિકાર સુરક્ષિત રાખ્યો ચે. આ સ્પષ્ટ સંદેશ અમે સીમા પાર બેઠેલા પડોશી દેશને આપી દીધો છે. ભારતને સળી કરવાનું રહેવા દે. નહીં અમને અમારી રીતે નિપટતા આવડે છે.