પોસ્ટ ઑફિસની સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) એક ખૂબ જ લોકપ્રિય બાલિકા બચત યોજના છે. આ યોજના અંતર્ગત માતા-પિતા પોતાની દિકરીના ભવિષ્યને સુરક્ષિત કરી શકે છે. SSY ખાતુ ખોલવાની સામાન્ય વય મર્યાદા દિકરીના જન્મની તારીખથી 10 વર્ષ સુધીની છે. આ યોજનામાં રોકાણ કરીને માતા-પિતાને દિકરીના લગ્ન અને અભ્યાસના ખર્ચની ચિંતા નહી રહે. SSY સરકાર સમર્થિત યોજના છે જે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. આ યોજનામાં વર્તમાન વ્યાજ દર 7.6 ટકા છે અને તેનો મેચ્યોરિટી પીરિયડ 21 વર્ષ અને રોકાણનો સમયગાળો 15 વર્ષ છે. તમારુ એકાઉન્ટ ઓપન કરાવવા માટે ભારતના નિવાસી હોવુ જરૂરી છે. એકવાર જ્યારે બાળકીની ઉંમર 18 વર્ષની થઇ જાય, તો તે ખાતાધારક બની શકે છે.

સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

SSY ખાતુ ખોલ્યા બાદ તમે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક (IPPB) એપ દ્વારા ઘરે બેઠા ઑનલાઇન બધુ જ સરળતાથી મેનેજ કરી શકાય છે. અહીં IPPBના માધ્યમથી પોસ્ટ ઑફિસ સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવવામાં આવી છે.

સુકન્યા
  • તમારે તમારા બેન્ક એકાઉન્ટમાંથી IPPB એકાઉન્ટમાં પૈસા એડ કરવાના છે.
  • તે બાદ DOP Products પર જાઓ, જ્યાં સુકન્યા સમૃદ્ધિ ખાતાને સિલેક્ટ કરો.
  • તમારો SSY એકાઉન્ટ નંબર અને તે પછી DOP ગ્રાહક આઇડી રજીસ્ટર કરો.
  • હપ્તાનો સમય અને અમાઉન્ટ સિલેક્ટ કરો.
  • IPPB તમને IPPB મોબાઇલ એપ્લિકેશન દ્વારા કરવામાં આવેલા successful પેમેન્ટ ટ્રાન્સફર માટે સૂચિત કરશે.

જણાવી દઇએ કે તાજેતરમાં જ સરકારે પોસ્ટપે ડિજિટલ પેમેન્ટ એપ લૉન્ચ કરી. તેનો ઉપયોગ પોસ્ટ ઑફિસ અને IPPB કસ્ટમર પણ કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here