વિરાટ અને અનુષ્કા જલ્દીથી જ તેની પુત્રી સાથે તેના ઘરે આવશે. તમને બતાવીશુ કે વિરુષ્કાના આ આલીશાન ઘરની એક ઝલક જેમાં રહેશે તેની પુત્રી.

આ આલીશાન ઘરમાં રહેશે વિરુષ્કાની લાડલી
ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનનુષ્કા શર્મા એક બાળકીના પેરેન્ટસ બની ગયા છે. વિરાટે કહ્યું કે, અનુષ્કા અને તેની બાળકી બંને સ્વસ્થ છે. જલ્દીથી બંને હૉસ્પિટલમાંથી તેની બાળકી સાથે પોતાના ઘરે આવશે. તમને બતાવીએ તેમના આલીશાન ઘરની એક ઝલક જેમાં તેમની બાળકી રહેશે.

વિરાટ અને અનુષ્કાનું આલીશાન ધર મુંબઈના વર્લીમાં છે. તેમના એપાર્ટમેન્ટનું નામ ‘ઓમકાર 1973’ છે. લગ્ન બાદ 2017માં આ બન્ને સેલીબ્રીટી આ ઘરમાં શિફટ થયા હતા. એવા અહેવાલ હતા કે આ બન્નેએ લગ્ન પહેલા 2016માં આ ઘર ખરીદ્યું હતું.
વિરુષ્કાની એન્જલનું નામકરણ કરશે આ ખાસ વ્યક્તિ
અનુષ્કા-વિરાટે તેના ઘરે દીકરીના જન્મની ખુશખબર આપ્યા બાદ વિરાટે પ્રાઈવસીનું ધ્યાન રાખતા એક વાત લખી હતી. તેનણે ખુદ પોતાની દીકરીની તસ્વીર શેર નહોતી કરી.
દરેક નિર્ણયોમાં લે છે અનંત બાબાની સલાહ

દીકરીના જન્મ બાદથી જ સોશ્યલ મીડિયા પર તેના નામને લઈને ધણી ચર્ચાઓ ચાલી રહી છે. હૉસ્પિટલના સૂત્રો અનુસાર તેનું નામ અન્વી રખાયું છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ અહેવાલ અનુસાર વિરુષ્કાની પુત્રીનું નામકરણ શર્મા ફેમિલીના આધ્યાત્મિક ગુરૂ અનંત નારાયણ કરશે. શર્મા અને કોહલી બંન્ને પરીવાર અનંત બાબાના નિર્ણયને હંમેશા માને છે, પછી ભલે એ લગ્નનો નિર્ણય હોય કે ઘર ખરીદવા વિશેનો નિર્ણય હોય.

અનંત નારાયણ હરિદ્વારના અનંત ધામમાં રહે છે. જયાં શર્મા ફેમિલી વારંવાર આવતી રહે છે. તો બાબા અનંત નારાયણ વિરુષ્કાના લગ્નમાં ઈટલી પણ ગયા હતા.
2017માં થયા હતા લગ્ન

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ 2013માં ડેટિંગની શરૂઆત કરી હતી. આ પછી બંન્ને વિરુષ્કા કહેવા લાગ્યા અને તેમના લગ્ન અંગે પણ અટકળો ચાલી રહી હતી. અનુષ્કા અને વિરાટે 11 ડિસેમ્બર 2017ના રોજ ઈટાલીના ફલોરેન્સમાં લગુન કર્યા. 20 ઓગસ્ટ 2020માં અનુષ્કા અને વિરાટે પ્રેગ્નેન્સીની ખબર આપી હતી.