કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરવામાં આવેલા ત્રણય કાયદા લાગુ થવા પર સુપ્રિમ કોર્ટે સ્ટ મૂક્યો છે. સુલાંબી ચર્ચા વિચારણાને અંતે હાલમાં સુપ્રિમ કોર્ટે મોદી સરકાર દ્વારા લાગુ કરાયેલા કૃષિ કાયદાઓ પર સ્ટે મુકી દીધો છે. સીજેઆઈએ કહ્યું કે આ સ્ટે અનિશ્ચિત કાળ માટે હશે, કોર્ટે ખેડૂતોની સમસ્યાઓ અને સરકાર સાથે ગતિરોધ ટાળવા માટે 4 સભ્યોની કમિટી બનાવી છે.પ્રિમ કોર્ટે કમિટી બનાવવાની વાત પર એટર્ની જનરલ તરફથી કમિટી બનાવવાની વાતનું સ્વાગત કરાયું છે. સુપ્રિમ કોર્ટ એ સ્પષ્ટ કરી શકે છે કે આ કોઈ પક્ષની જીત નહીં હોય પરંતુ કાયદાની પ્રક્રિયા દ્વારા તેની તપાસનો પ્રયાસ જ હશે. ચીફ જસ્ટિશે કહ્યું કે આ નિષ્પક્ષતાની જીત હોઈ શકે છે.

સાંસદ તિરુચી સીવા તરફથી જ્યારે વકિલે કાયદો રદ કરવાની અપીલ કરી તો ચીફ જસ્ટિસે કહ્યું કે અમને કહેવાયું છે કે સાઉથમાંથી કાયદાને સમર્થન મળી રહ્યું છે. જેના પર વકિલે કહ્યું કે, દક્ષિણમાં રોજ એમના વિરુદ્ધમાં રેલી થાય છે. ચીફ જસ્ટીસે કહ્યું અમે કાયદો રદ કરવા તૈયાર છીએ. પરંતુ કોઈ લક્ષ્ય વિના નહીં.

કૃષિ કાયદાઓ પર સ્ટે મુકી દીધો

લાંબી ચર્ચા વિચારણાને અંતે હાલમાં સુપ્રિ મ કોર્ટે મોદી સરકાર દ્વારા લાગુ કરાયેલા કૃષિ કાયદાઓ પર સ્ટે મુકી દીધો છે. સીજેઆઈએ કહ્યું કે આ સ્ટે અનિશ્ચિત કાળ માટે હશે, કોર્ટે ખેડૂતોની સમસ્યાઓ અને સરકાર સાથે ગતિરોધ ટાળવા માટે 4 સભ્યોની કમિટી બનાવી છે. ભારતીય કિસાન યુનિયનના જીતેન્દ્રસિંહ માન, ડો. પ્રમોદકુમાર જોશી, અશોક ગુલાટી અનેઅનિલ શેતકરીની કમિટીમાં સામેલ કર્યા છે.

હરીશ સાલ્વેએ કહ્યુંકે 26 જાન્યુઆરીના કોઈ મોટો કાર્યક્રમ ના થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ જેના પર ચીફ જસ્ટીસે કહ્યું કે દુષ્યંત દવે તરફથી પહેલેથી કહેવાયું કે છે કોઈ જૂલુસ કે રેલી નહીં નીકળે. આ સિવાય શીખ ફોર જસ્ટિસના પ્રદર્શનમાં સામેલ થવા પર આપત્તિ દર્શાવતાં કહ્યું કે આ સંગઠન ખાલિસ્તાનની માગ કરતું આવ્યું છે. ચીફ જસ્ટીસે ક્હયું કે અમારી પાસે આવેદન છે જેમાં કહેવાયું છે કે પ્રતિબંધિત સંગઠન આ પ્રદર્શનમાં મદદ કરી રહ્યું છે. જો એવું હોય તો એવામાં કેન્દ્ર સરકાર કાલ સુધી સોગંધનામું રજૂ કરે. જવાબમાં એટર્ની જનરલ વેણુગોપાલે કહ્યું કે અમે સોગંધનામું પણ રજૂ કરીશું અને આઈબી રેકોર્ડ પણ આપીશું.

અમે સસ્પેન્ડ પણ કરી શકે છે કાયદો:SC


સાસંદ તિરુચી સિવાની તરફથી જ્યારે તે તરફથી કાયદો રદ કરવાની અપીલ કરવામાં આવી તો ચીફ જસ્ટીસે જણાવ્યું કે અમને જણાવવામાં આવ્યું કે સાઉથમાં કાયદાનું સમર્થન મળી રહ્યું છે. જેના પર વકીલે જણાવ્યું કે દક્ષિણ ભારતમાં આ કાયદા વિરુદ્ઘ રેલી યોજાઈ રહ્યું છે. ચીફ જસ્ટીસે જણાવ્યું કે અમે કાયદો રદ કરવા માટે તૈયાર છીએ.

ખેડૂતો સંગઠનોના વકિલ વિકાસસિંહે કહ્યું કે ખેડૂતો પ્રદર્શનસ્થળથી એ જગ્યાએ જઈ શકે છે.જ્યાં પ્રદર્શન દેખાય. અન્યથા પ્રદર્શનનો કોઈ મતલબ નથી રહેતો. રામલીલા મેદાન આપવામાં આવે ખેડૂત આંદોલન માટે. આ બાબતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે રામલીલા મેદાન કે અન્ય કોઈ જગ્યાએ પ્રદર્શન માટે પોલિસ કમિશ્નરને ખેડૂત મંજૂરી માટે આવેદન આપી શકે છે એવો અમે ઓર્ડર કરીશું.

કોર્ટે કેન્દ્ર સરકારને આકરા શબ્દોમાં ફટકાર લગાવી ચીફ જસ્ટિસે કેન્દ્ર સરકારના વલણની કડક શબ્દોમાં ઝાટકણી કાઢતા જણાવ્યું કે જે રીતે પ્રક્રિયા ચાલી રહી છે તેનાથી અમે નિરાશ છીએ. સીજેઆઈએ કહ્યું કે અમે કૃષિ નિષ્ણાંતોની સમિતિની રચના કરવા માંગીએ છીએ અને સમિતિનો અહેવાલ આવે ત્યાં સુધી નવા કાયદાના અમલીકરણને અટકાવવું જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here