। નવી દિલ્હી ।

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ યૂથ ડે દરમિયાન નેશનલ યૂથ પાર્લામેન્ટ ફેસ્ટિવલના સમાપન દરમિયાન યુવાનોને સંબોધન કર્યું હતું. સ્વામી વિવેકાનંદની જયંતીએ યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં વડા પ્રધાને જણાવ્યું કે, યુવાનોએ રાજકારણમાં જોડવા આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, રાજકીય વંશવાદ આપણા દેશ અને રાજકારણનો સૌથી મોટો દુશ્મન છે. તેને જડમૂળથી ઉખાડી કાઢવો જોઈએ. આ કામ યુવાનો જ કરી શકે છે. એક સમય હતો જ્યારે ભ્રષ્ટાચાર જ રાજકારણની ઓળખ બની ગયો હતો હવે દેશમાં પ્રામાણિક રાજકારણીઓને પણ પ્રેમ અને સન્માન મળી રહ્યા છે. જનપ્રતિનિધિઓ સમજી ગયા છે કે, સીવી સ્ટ્રોંગ રાખવો પડશે, તો જ જનતા પસંદગી ઉતારશે. હવે સરનેમના આધારે ચૂંટણી લડવાના અને જીતવાના દિવસો જતા રહ્યા.

યુવાનો રાજકારણને મજબૂત બનાવી શકે છે

વડા પ્રધાને વધુમાં જણાવ્યું કે, રાજકારણમાં વંશવાદનો હજી પૂરેપૂરો અંત આવ્યો નથી. કેટલાક લોકો પરિવારમાં રાજકારણ અને રાજકારણમાં પરિવારને બચાવવા માટે વલખાં મારી રહ્યા છે. દેશનો સામાન્ય યુવાન રાજકારણમાં આવશે તો જ આ વંશવાદનો અંત આવશે અને રાજકારણ મજબૂત બનશે. તેના થકી જ લોકશાહીને બચાવી શકાશે. સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે, આ સદી યુવાપેઢીની છે. યુવાનોએ રાષ્ટ્રના ભાગ્ય વિધાતા થવું જોઈએ. દેશને આગળ વધારવાનો એક રસ્તો છે રાજકારણ. યુવાનો સંસદના સેન્ટ્રલ હોલમાં બેઠા છે. આ હોલમાં જ આપણી આઝાદીનો નિર્ણય લેવાયો હતો. દેશને તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here