સુશાંત સિંહ રાજપૂતના નિધનને 7 મહિના થવા આવ્યા છે. તેના ફેન્સ હજી સુધી તેની અચાનક મોતથી આઘાતમાં છે. સાથે સુશાંતને ન્યાય મળવાની રાહ જોઈ રહ્યાં છે. આ દરમિયાન સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ સુશાંતની એક હેન્ડ રિટન નોટ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. સુશાંતના ફેન્સ તેની આ પોસ્ટ પર ખૂબ કમેન્ટ કરી રહ્યાં છે.

  • સુશાંત સિંહ રાજપૂતના નિધનને 7 મહિના થવા આવ્યા છે
  • સુશાંતની મોત પાછળનું કારણ હજુ અકબંધ
  • તો હવે તેની બહેન શ્વેતાએ તેની એક હેન્ડ રિટન નોટ શેર કરી છે

હું જેવો છું તેનાથી ખુશ નથી

સુશાંતે પોતાની નોટમાં લખ્યું છે- મને લાગે છે કે મૈં જીવનના 30 વર્ષ વિતાવી દીધા, પહેલાં 30 પહેલાં કંઈક બનવાના પ્રયત્નોમાં. હું કેટલીક વસ્તુઓ શીખવા માંગતો હતો, હું ટેનિસ, સ્કૂલ અને ગ્રેડ્સમાં સારો બનવા માંગતો હતો અને મૈં દરેક વસ્તુને એ જ દ્રષ્ટિકોણથી જોઈ, હું જેવો છું તેનાથી ખુશ નથી, પરંતુ શું હું આ બધી બાબતોમાં સારો થઈ શક્યો…મને લાગે છે કે હું ખોટું કરી રહ્યો હતો, કારણ કે પહેલાં મારે એ શોધવાનું હતું કે હું પહેલાં શું કરવા માંગતો હતો. 

એનસીબી અને સીબીઆઈ કરી રહી છે તપાસ

આ દરરમિયાન સુશાંત સિંહ રાજપૂતની બહનો સામે પણ રિયા ચક્રવર્તીની એફઆઈઆરને રદ કરવાનો નિર્ણય બોમ્બે હાઈકોર્ટે સુરક્ષિત રાખ્યો છે. રિપોર્ટ્સ મુજબ રિયાએ દાવો કર્યો છે કે, સુશાંતની બહેનોએ તેને ડોક્ટરની સલાહ વિના દવાઓ આપી હતી. આ સાથે જ એન્ગ્ઝાઈટી માટે ફેક પ્રિસ્ક્રિપ્શન પણ બનાવ્યું હતું. ત્યારે એનસીબી અને સીબીઆઈ સુશાંતના કેસની તપાસ કરી રહી છે અને એક્ટરના મોતનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવી શક્યું નથી. 

તમને જણાવી દઈએ કે થોડાં સમય પહેલાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે CBIને અપીલ કરી હતી. ગૃહમંત્રી અનિલ દેશમુખે સીબીઆઈને ભલામણ કરી હતી કે, તેઓ જલ્દી એ વાત પરથી પડદો ઉઠાવે કે સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઈ હતી કે પછી તેણે આત્મહત્યા કરી હતી. અનિલ દેશમુખે કહ્યું કે, સુશાંત સિંહ રાજપૂત કેસના તપાસ રિપોર્ટના તારણો જલ્દી જાહેર કરવામાં આવે. તેમણે કહ્યું કે, તપાસ શરૂ થયે 6 મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ સીબીઆઈએ હજુ પણ એ ખુલાસો કર્યો નથી કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઈ કે તેણે આત્મહત્યા કરી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here