કૃષિ કાયદાને પરત ખેંચવા તેમજ MSP પર કાયદાો બનાવવાની માંગને લઇને આંદોલન કરી રહેલા ખેડૂત આજે દેશભરમાં લોહરી પર કૃષિ કાયદાઓની કોપી સળગાવશે. યૂપી ગેટ પર ખેડૂતો તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

યૂપી ગેટ પર ત્રણ કૃષિ કાયદાને પરત ખેંચવા તેમજ MSP પર કાયદો બનાવાની માંગને લઇને ખેડૂતો 48 દિવસથી આંદોલન કરી રહ્યાં છે. ખેડૂતો તરફથી સતત કૃષિ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ કડીમાં બુધવારના રોજ ખેડૂતો લોહરીની આગમાં ત્રણ કાયદાઓની કોપીને સળગાવી વિરોધ પ્રદર્શન કરશે. યૂપી ગેટ પર સાંજ દરમિયાન આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. મંચની પાસે લોહરી સળગાવામાં આવશે. 

18 જાન્યુઆરીના રોજ મહિલા કિસાન દિવસ

18 જાન્યુઆરીના રોજ યૂપી ગેટ પર ખેડૂત મહિલા કિસાન દિવસ મનાવશે. આ દિવસે મંચ પર બાગડોર મહિલા ખેડૂતોના હાથમાં હશે. ખેડૂત સંગઠન તરફથી મળતી જાણકારી મુજબ 17 જાન્યુઆરીના રોજ મહિલા ખેડૂત આંદોલન સ્થળ પર પહોંચવા લાગશે. તેમના રોકાવા માટે અલગ કેમ્પ તૈયાર કરવામાં આવ્યાં છે. આ સાથે મહિલા વોલેંટિયર મહિલાને દરેક પ્રકારની સુવિધા કરવા માટે તહેનાત કરવામાં આવશે. મહિલા કેમ્પની આસપાસ પુરુષોનો આવવા-જવા પર પ્રતિબંધ રહેશે.  

ખેડૂત કરી રહ્યાં છે 26 જાન્યુઆરીની પરેડની તૈયારી

26 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં યોજાનારી પરેડ માં સામેલ થવાની તૈયારી જોર-શોરથી ચાલી રહી છે. મંગળવારના રોજ યુવા ખેડૂતોએ આગળ ભારતીય ત્રિરંગાવાળી ટીશર્ટ પહેલી ટ્રેકટર ચલાવીને રિહર્સલ કર્યું. દિવસભર યુવાઓએ દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે પર ટ્રેકટર  ચલાવી રિહર્સલ કર્યું. યુવા ખેડૂતોનું કહેવું છે કે બધા ખેડૂત 26 જાન્યુઆરીએ આગળ તિરંગો હોય તેવી ટીશર્ટ પહેરીને આવે.
 


સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા ત્રણ કૃષિ કાયદાના અમલીકરણ પર રોક લગાવી હતી. સુપ્રીમ કોર્ટે આ ચુકાદો મંગળવારે આપ્યો હતો, આ મુદ્દાના નિરાકરણ માટે સમિતિની પણ રચના કરવામાં આવી છે. આ સમિતિમાં ભારતીય ખેડૂત સંઘના જીતેન્દ્રસિંહ માન, ડો. પ્રમોદકુમાર જોશી, અશોક ગુલાટી (કૃષિ વિશેષજ્ઞ) અને અનિલ શેતકારી સહિત કુલ ચાર લોકો રહેશે.

આ અગાઉ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરુ થવાની સાથે CJIએ જણાવ્યું હતું કે અમે ખેડૂતોનું રક્ષણ કરીશું, ચુકાદો ન આવે ત્યાં સુધી કોઇ કૃષિ કાયદા હેઠળ જમીન નહીં લઇ શકે. અમે કાયદાની માન્યતાની તપાસ કરીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here