ભારતમાં પર્વત સર કરનાર યુવાનો અને યુવતીઓ તો અનેક છે પણ હવે એક ટ્રાન્સજેન્ડરે પણ હિમાચલ પ્રદેશની સૌથી ઉંચી ચોટી સર કરી છે. તેણે પોતાના નામે આ રેકોર્ડ નોંધાવ્યો છે. આ ચોટી સર કરવી અનેક લોકોનું સપનું હોય છે. ત્યારે ટ્રાન્સજેન્ડર સૌરવ કિટ્ટુ ટાંકે આને હકિકતમાં ફેરવી દીધું છે.

  • સૌરવ કિટ્ટૂએ સર કરી વર્જિન પીક, -15 ડિગ્રી હોય છે તાપમાન 
  • કિરેન રિજિજૂએ કર્યું સમ્માન, પર્વત સર કરનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર
  • સૌરવ કિટ્ટૂએ આપ્યું સૂત્ર, નર, નારી, કિન્નર એક સમાન 

ટ્રાન્સજેન્ડર સૌરવ કિટ્ટુ ટાંકએ હિમાચલ પ્રદેશની 6 હજાર મીટર ઉંચી વર્જિન પીકને સર કરી લીધી છે. આ ઉપલબ્ધિ મેળવનાર તે દેશના પ્રથમ ટ્રાન્સજેન્ડર છે. આ મામલે કેન્દ્રીય રમતગમતના રાજ્ય મંત્રી કિરેન રિજિજૂએ દિલ્લીમાં કિટ્ટૂનું સમ્માન પણ કર્યું. 

તહેવારોની સીઝન પહેલા મોદી સરકાર આપી શકે એક અન્ય રાહત પેકેજની ભેટ, જાણો શું હશે ખાસ
આ વર્જિન પીક હિમાચલ પ્રદેશની સ્પિતી વેલીમાં આવેલી છે. જ્યાં માઈનસ 15 ડિગ્રી તાપમાન હોય છે. કિટ્ટૂની સાથે તેમના કોચ મેઘા પરમાર પણ હાજર હતા. વર્જિન પીક ખતરનાક છે. અને ત્યાં ગમે ત્યારે હિમવર્ષા અને વરસાદ થવો એ સામાન્ય છે. 

આ પીકને સર કરવી એ મોટી બહાદુરીનું કામ છે. કિટ્ટૂ છેલ્લા છ મહિનાથી મેઘા પરમાર અને એસ.કે. પ્રસાદ સાથે ટ્રેનિંગ કરી રહ્યા હતા. કિટ્ટુ દરરોજ 10 કિમી દોડે છે. એટલું જ નહીં પહાડ સર કર્યા બાદ કિટ્ટુએ એક સૂત્ર પણ આપ્યું છે કે, ‘નર, નારી અને કિન્નર એક જ છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here