। નવી દિલ્હી ।

રૂ. ૨૫૦માં જ સ્માર્ટ ફોનનો આઇડિયા આપનારો મોહિત ગોયલ એક કૌભાંડમાં પકડાયો છે. દિલ્હી પોલીસે તેને રૂ. ૨૦૦ કરોડના ડ્રાઇ ફ્રૂટ કૌભાંડમાં પકડી લીધો છે, તેના પર ટ્રેડર્સ પાસેથી રૂ. ૨૦૦ કરોડની કિંમતનો ડ્રાઇ ફ્રૂટનો જથ્થો ખરીદીને હાથ અધ્ધર કરી દેવાનો આરોપ છે. મોહિત અન્ય પાંચ સાથે દુબઈ ડ્રાઇ ફ્રૂટ એન્ડ સ્પાઇસિસ હબ નામની કંપની ચલાવે છે, તેને દિલ્હીના સેક્ટર ૫૧મા મેઘદૂતમ પાર્ક ખાતેથી પકડી લેવામાં આવ્યો હતો. પોલીસે એક ઓડી કાર, ૬૦ કિલો ડ્રાઇ ફ્રૂટનો જથ્થો અને દસ્તાવેજો કબજે કર્યા છે. પોલીસે જણાવ્યું હતું કે તેમને દેશના પંજાબ, હરિયાણા, યુપી, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, દિલ્હી, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને અન્ય રાજ્યોના ટ્રેડર્સ તરફથી છેતરપિંડી કરવામાં આવી હોવાની ૪૦ જેટલી લેખિત ફરિયાદો મળી હતી.

ટ્રેડર્સને છેતરવા ત્રણ ફોરેનર્સ પણ રાખ્યા હતા

પોલીસે જણાવ્યું હતું કે મોહિત પોતાની કંપની સેક્ટર ૬૨મા પ્રીમિયર ઓફિસ કોમ્પ્લેક્સ કોરેન્થમ ખાતે ચલાવતો હતો અને દર મહિને રૂ. ત્રણ લાખ ભાડું ભરતો હતો. તેણે ટ્રેડર્સને આંજી નાખવા માટે પોતાના કર્મચારીઓમાં ત્રણ વિદેશીઓને પણ રાખ્યા હતાં જે રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતાં હતાં. મોહિતે શરૂઆતમાં રેગ્યુલર ઓર્ડર્સ અને નિયમિત ચુકવણી દ્વારા ટ્રેડર્સનું મન જીતી લીધું હતું. તે પછી તેમણે ચુકવણી કરવાનું બંધ કર્યું અને ગોટાળા શરૂ કર્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here