ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ટેસ્ટ મેચ ચાલી રહી છે અને છેલ્લી મેચ માટે ટીમ ઇન્ડિયા બ્રિસ્બેન પહોંચી ગઇ છે. અજીંક્ય રહાણેની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ સંપૂર્ણ પ્રયાસ કરશે કે તે ચોથી મેચ જીતીને ટેસ્ટ સિરીઝ પોતાના નામે કરી લે પરંતુ તે વચ્ચે બ્રિસ્બેનમાં ભારતીય ખેલાડીઓને બેઝીક સુવિધાઓ પણ આપવામાં આવી નથી. તેઓ ટોયલેટ પણ જાતે સાફ કરી રહ્યાં છે.

  • બ્રિસ્બેનમાં જાતે કરી રહ્યાં છે ટોયલેટ સાફ 
  • હોટલમાં હાઉસકિપીંગની સુવિધા નહી 
  • કરેલા વાયદા પડ્યા ખોટા, BCCIની દખલ

ટોયલેટ કરી રહ્યાં છે સાફ 
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ અનુસાર ટીમ ઇન્ડિયા સાથે પ્રવાસ કરનાર વ્યક્તિએ જણાવ્યું કે અમે જાતે અમારી પથારી કરીએ છીએ અને જાતે જ ટોયલેટ પણ સાફ કરીએ છીએ. જમવાનું પણ પાસેની ભારતીય હોટલમાંથી આવે છે. 

આખી હોટલ ખાલી છતા પરવાનગી નહી 
સૂત્રએ જણાવ્યું કે, આખી હોટલ ખાલી છે તેમ છતાં અમે એક ફ્લોરથી બીજી તરફ જઇ શકતા નથી. સ્વિમિંગ પૂલ અને જીમ સહિત ઘણી ફેસેલિટીઝ છે જે અમને આપવામાં આવી રહી નથી. હોટલના દરેક કેફે અને રેસ્ટોરન્ટ પણ બંધ છે. 

વાયદા પડ્યા ખોટા 
સૂત્રોએ જણાવ્યું કે પહેલા અમને કરવામાં આવેલા વાયદા અને અત્યારે જે સુવિધા અમને મળી રહી છે તે બંને અલગ છે. એકદમ વિપરીત છે. કહેવામાં આવ્યું હતુ કે અમને યોગ્ય ક્વૉરંટાઇન સુવિધાઓ પુરી પાડવામાં આવશે પરંતુ તેવું કંઇ જ થયુ નથી. અહીં તો અમે અમારા ટોયલેટ પણ જાતે જ સાફ કરીએ છીએ. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત આવે છે તો શું BCCI પણ તેમની સાથે આવું જ વર્તન કરે છે? 

BCCIએ આપી દખલ 
રિપોર્ટ અનુસાર ફરિયાદ મળ્યા બાદ સૌરવ ગાંગુલી, જય શાહ અને સીઇ હેમાંગ અમીને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે વાત કરી અને તેમણે આશ્વાસન અપાવ્યું છે કે ભારતીય ટીમને કોઇ પણ જાતની અગવડ નહી પડે. 

હાઉસકિપીંગની સુવિધા નહી 
એક સિનીયર સૂત્રએ જણાવ્યું કે રૂમમાં હાઉસકિપીંગની પણ સુવિધા નથી અને આંતરરાષ્ટ્રીય લેવલનું જીમ પણ નથી. ચેક-ઇન પહેલા અમને સુવિધાઓ પૂરી પાડવાનો વાયદો કરવામાં આવ્યો હતો પરંતુ તે પ્રકારની કોઇ જ સુવિધા નથી. 

મેનેજર સાથે કરી વાત 
જ્યારે ભારતીય ટીમના ખેલાડીઓએ મેનેજર સાથે વાત કરી ત્યારે તેણે કહ્યું કે બંને ટીમ માટે નિયમ સરખા છે. કોઇ પણ ટીમ માટે નિયમ અલગ છે તેવી પરિસ્થિતિ નથી. હવે જોવાનુ રહે છે કે ભારતીય ટીમને સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે કે નહી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here