વૉટ્સઍપે હાલમાં જ પોતાની પ્રાઇવસી પોલિસી બહાર પાડી હતી અને કહ્યું કે જો આ પોલિસી એક્સેપ્ટ નહી કરે તો 8 ફેબ્રુઆરી 2021થી તમારુ વૉટ્સઍપ અકાઉન્ટ ડિલીટ થઇ જશે. જે બાદ લોકોએ આ પોલિસીનો વિરોધ કર્યો હતો. હવે વૉટ્સઍપે સ્પષ્ટતા કરી છે કે જો તમે બે ફીચરનો ઉપયોગ નહી કરો તો તમારી પ્રાઇવસીને કોઇ જ નુકસાન નહી થાય.

  • વૉટ્સઍપે કરી સ્પષ્ટતા 
  • પ્રાઇવસી સાથે બાંધછોડ નહી
  • બિઝનેસ અકાઉન્ટને લઇને પોલિસી

પ્રાઇવસી સાથે ચેડા નહી 
વૉટ્સઍપે કહ્યું કે, તમે તમારા ફ્રેન્ડ્સ અને ફિમિલી સાથે વાત કરો છે તે સુરક્ષિત ચૅટ છે. આ પોલિસી માત્ર બિઝનેસ અકાઉન્ટ માટે છે. જો તમે કોઇ બિઝનેસ અકાઉન્ટમાં મેસેજ કરો છો તો પ્રાઇવસી અફેક્ટ કરશે. જે એક ઓપ્શનલ ફીચર છે. 

વૉટ્સઍપ તમારા પ્રાઇવેટ મેસેજ જોતુ નથી 
વૉટ્સઍપે કહ્યું કે તેમાં એન્ડ ટુ એન્ડ પ્રાઇવસી પોલિસીનો ઓપ્શન છે. જેના લીધે તમારી પર્સનલ ચૅટ ના તો વૉટ્સઍપ જોઇ શકે છે ના ફેસબૂક, જેને લઇને તમારે કોઇ જ ચિંતા કરવાની જરૂર નથી. 

વૉટ્સઍપ તમારા કોન્ટેક્ટ શૅર કરતું નથી
વૉટ્સઍપે વધુમાં જણાવ્યું કે, તમારા કોન્ટેક્સ પણ લીક કરતું નથી, જેથી તે વસ્તુને લઇને પણ તમારે કોઇ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. 

વૉટ્સઍપ શું શૅર કરે છે
વોટ્સએપે કહ્યું છે કે તેની એપ્લિકેશન પર તમે બિઝનેસ માટે કેવી રીતે સંપર્ક કરો છો તેનાથી સંબંધિત ડેટા જ શૅર કરશે. કંપનીએ એમ પણ કહ્યું કે, તે થોડા જ સમયમાં બિઝનેસ સાથે સંબંધ ધરાવનાર વ્યક્તિઓ માટે ફેસબુકની હોસ્ટિંગ સેવાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે. વૉટ્સઍપે કહ્યું છે કે તે ફેસબુકની હોસ્ટિંગ સેવાઓનો ઉપયોગ કરતા બિઝનેસમાં એક લેબલ ઉમેરશે.

વૉટ્સઍપ બિઝનેસ અકાઉન્ટ ફેસબૂકનો શોપ પ્લેટફોર્મ યુઝ કરી શકશે. જો તમે આ ફીચરનો ઉપયોગ કરો છો તો તમારો ડેટા ફેસબૂક યુઝ કરી શકશે અને ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર પણ દેખાશે. 

સાથે જ ફેસબૂક અલાઉ કરશે કે કોઇ પણ એક બટન દ્વારા તમારી સાથે સીધી વાત કરી શકે. જેથી વૉટ્સઍપ તમારી પર્સનલ ચૅટ સાથે અને તમારી પ્રાઇવસી સાથે ચેડા નહી કરે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here