જો તમને જૂની વસ્તુઓ સાચવીને રાખવાનો શોખ છે તો તમને જણાવી દઈએ કે, સમયની સાથે આ વસ્તુઓની કિંમત ઘણી વધી જાય છે. જેમ કે, જૂની નોટ, સિક્કા કે બુક્સ જે મળવી મુશ્કેલ હોય. તમારી પાસે આવી કોઈ વસ્તુ હોય તો તમને તેની મોટી કિંમત મળી શકે છે. આ રીતે નવા વર્ષમા તમે ઘરે બેઠા લખપતિ બની શકો છો, તેના માટે તમારી પાસે 5 અને 10 રૂપિયાના સિક્કા હોવા જોઈએ. તમારે આ એન્ટિક સિક્કાની તસવીરો વેબસાઇટ પર અપલોડ કરવી પડશે. ત્યારબાદ લોકો તમારા સિક્કા માટે બોલી લગાવશે અને તમે ઈચ્છો તો આ સિક્કા વેચીને લાખોની કમાણી કરી શકો છો. ચાલો જણાવીએ કે કયા કયા 5-10 રૂપિયાના સિક્કાથી તમે કમાણી કરી શકો છો.

  • 10 લાખ રૂપિયા કમાવાની જોરદાર તક
  • 5 અને 10 રૂપિયાનો આ સિક્કો બનાવી દેશે માલામાલ

કયા સિક્કા બનવશે લખપતિ?

મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઈન્ડિયામાર્ટની વેબસાઇટ પર જૂના સિક્કા અને નોટોની હરાજી થઈ રહી છે. જો તમે જૂની વસ્તુઓને એકઠી કરવાનો શોધ ધરાવો છો તો તમારો આ શોખ તમને લખપતિ પણ બનાવી શકે છે. તેના માટે તમારે 10 કે 5 રૂપિયાના આ સિક્કા જોઇશે, જેની પર વૈષ્ણો દેવી માતાની ઇમેજ બનેલી હોય.

માતા વૈષ્ણો દેવીના 5 અને 10 રૂપિયાના સિક્કાની ખૂબ જ ડિમાન્ડ છે 

પૈસા કમાવાની આ રીત હાલના દિવસોમાં ઇ-કોમર્સ વેબસાઇટ ઉપર પણ ટ્રેન્ડ કરી રહી છે. જો તમારી પાસે માતા વૈષ્ણો દેવીના 5 અને 10ના સિક્કા છે તો તમે તેને વેચીને પૈસા કમાવી શકો છો. નોંધનીય છે કે સિક્કો વર્ષ 2002માં ઈશ્યૂ કરવામાં આવ્યો હતો. માતારાનીની તસવીર હોવાના કારણે લોકો આ સિક્કાઓને ખૂબ જ લકી માને છે. હિન્દુ ધર્મમાં માતા વૈષ્ણો દેવીની પૂજા કરવામાં આવે છે. તેથી લોકો આ પ્રકારના સિક્કાઓ માટે લાખો રૂપિયા ખર્ચ કરી રહ્યાં છે.

કેટલા રૂપિયા કમાવી શકાય છે?

આ સિક્કાઓને હરાજીમાં વેચીને તમે 10 લાખ રૂપિયા સુધી કમાણી કરી શકો છો. આ ઉપરાંત તમે આ સિક્કાની બોલી દરમિયાન ભાવતાલ પણ કરી શકો છો.

ક્યાં વેચી શકાય છે આ સિક્કા?

ઈન્ડિયામાર્ટ પર આ સિક્કાઓને ઘરે બેઠા સારાં ભાવે વેચી શકાય છે. અન્ય પ્લેટફોર્મ્સ ઉપર પણ આ સિક્કાઓના સારા ભાવ મળશે. આ કંપનીની સાઇટ પર જઈને તમે આ સિક્કા સેલ કરી શકો છો. તેના બદલામાં આપને લાખો રૂપિયા મળી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here