ન્યાયનો ગ્રહ ગણાતો શનિ 7 જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરી સુધી એટલે કે 35 દિવસ માટે અસ્ત રહેશે. શનિ અત્યારે મકર રાશિમાં છે અને 14 તારીખથી સૂર્ય પણ મકર રાશિમાં છે. 7 જાન્યુઆરીએ આ બંને ગ્રહનું અંતર ઘટ્યું છે. સૂર્યના નજીક આવવાથી શનિ કે અન્ય ગ્રહ પણ અસ્ત થઈ જાય છે. આ કારણે 3 રાશિના લોકોએ સાવધાની રાખવાની જરૂર છે.

  • 35 દિવસ માટે અસ્ત થયો શનિ
  • 3 રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
  • શનિની સાડા સાતી અને ઢૈય્યાવાળાએ રહેવું પડશે એલર્ટ

વૃષભ

શનિના અસ્ત થવાથી વૃષભ રાશિના જાતકોને મુશ્કેલી અનુભવાશે. આત્મવિશ્વાસમાં ઘટાડો થશે. મોટા નિર્ણય લેતા પહેલાં વડીલોની સલાહ લો. વ્યવહારમાં આવતા ચીડિયાપણાને શાંત રાખવાનો પ્રયાસ કરો. માનસિક શાંતિ માટે ભગવાન શિવને જળ અર્પણ કરો. ઓમ નમઃ શિવાય મંત્રના જાપની માળા કરો. 


મિથુન

આ રાશિના લોકોએ વાણી પર નિયંત્રણ રાખવાની જરૂર છે. ઈમાનદારીથી કરાયેલા કામમાં નક્કી સફળતા મળશે. પારિવારિક જીવનમાં સુખ શાંતિ માટે શનિવારે ઓછામાં ઓછા 5 ગરીબોને લીલા રંગના ફળનું દાન કરો. તેનાથી તમને શુભ ફળ મળશે.

કુંભ

આ રાશિ પર શનિની સાડા સાતી છે એટલે પ્રભાવમાં આવીને કે ભાવનાઓમાં આવીને કોઈ નિર્ણય કરવા નહીં, કોઈ પણ નિર્ણય પહેલાં ઘરના લોકોની સલાહ લેવી. આ સમયે કોઈ રોકાણ ન કરો. લાંબી યાત્રા પર જવાનું ટાળો. પરિવારમાં આનંદ બની રહેશે. શનિવારે ગરીબોમાં એવી સામગ્રીનું દાન કરો જે ચોખાથી બની હોય. આમ કરવાથી ધન સંબંધી તકલીફોથી રાહત મળશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here