ગુજરાતમાં જ્યાં લોકો ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણની મજા માણી રહ્યા છે ત્યારે હવે આજથી નાઈટ કર્ફ્યૂની મુદત પૂર્ણ થાય છે, જોકે નવા આદેશ આવે ત્યાં સુધી આ જ નાઈટ કર્ફ્યૂ લાગુ રહેશે.

  • 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂની મુદત પૂર્ણ
  • નવા આદેશ સુધી કર્ફ્યૂ લાગુ રહેશે
  • રાત્રિ કર્ફ્યૂમાં મળી શકે છે ઢીલ

4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂની મુદત પૂર્ણ

ગુજરાતમાં 4 મહાનગરોમાં મહામારીને ધ્યાનમાં રાખીને રાત્રિ કર્ફ્યૂ લગાવવામાં આવ્યું હતું. જેની મુદત પૂર્ણ થઇ રહી છે. નાઈટ કર્ફ્યૂના કારણે નાગરિકોએ રાત્રિમાં અવર જવર પર પ્રતિબંધ હતો અને ધંધા રોજગાર પણ બંધ કરી દેવાની ફરજ પડતી હતી. 

નવા આદેશ સુધી યથાસ્થિતિ રાત્રિ કર્ફ્યૂ લાગુ રહેશે

હવે નવા આદેશ કરવામાં આવે ત્યાં સુધી આ નાઈટ કર્ફ્યૂ યથાસ્થિતિ મુજબ લાગુ જ રહેશે અને આગામી સમયમાં આ મુદ્દે મોટો નિર્ણય લઈ શકે છે. રાત્રિ કર્ફ્યૂ મુદ્દે હાઇલેવલ કમિટીની બેઠક મળશે અને આ બેઠકમાં રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાઈ શકે છે. 

રાત્રિ કર્ફ્યૂ મુદ્દે હાઇલેવલ કમિટીની બેઠકમાં લેવાશે નિર્ણય

નોંધનીય છે કે રાજ્યમાં કોરોના વાયરસના દૈનિક કેસમાં ઉત્તરોતર ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલે પણ રાજ્યમાં કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો ત્યારે કેસમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને નાઈટ કર્ફ્યૂમાં રાહત આપવામાં  આવે તેવી શક્યતા છે. બીજી તરફ વેપારીઓ દ્વારા પણ રાત્રિ કર્ફ્યૂમાં ઢીલની માંગ કરવામાં આવી રહી છે. 

રાત્રે 11.00 કલાક સુધી મળી શકે છે છૂટછાટ

રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિને જોતાં સૂત્રોનું માનવું છે કે સરકાર 11 વાગ્યા સુધી ઢીલ આપી શકે છે. જોકે આગામી નિર્ણય આવે ત્યાં સુધી તો હાલના નિયમો અનુસાર જ નાઈટ કર્ફ્યૂ ચાલુ રહેશે. 

ગુજરાતમાં કોરોના આફત થઇ ઓછી

14 જાન્યુઆરી 2021ના રોજ ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના 570 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાહતના સમાચાર છે કે રિકવરી રેટ વધ્યો છે. જોકે, રાજ્યમાં કોરોનાના થતા ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે. રાજ્યમાં એક્ટિવ કેસ ઘટ્યા છે સાથે મહાનગરોમાં પણ કોરોનાના કેસ 150થી ઓછા નોંધાયા છે.પ્રેસનોટ અનુસાર, ગત 24 કલાક દરમિયાન કોરોનાના 570 નવા કેસ સામે આવ્યા છે. જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં 2,54,314 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 95.51 ટકા થયો છે. 

રાજ્યમાં 8 હજારથી ઓછા એક્ટિવ કેસ

રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં આજે 737 દર્દી સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,42,901 દર્દીઓ સાજા થયાં છે. તો હાલ 7056 એક્ટિવ કેસ છે. જેમાંથી 54 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

રાજ્યમાં 90 ટકા પથારી ખાલી 

રાજ્ય સરકાર દ્વારા કોરોનાને નાથવા માટે કરવામાં આવી રહેલ અથાગ પ્રયાસના ભાગરૂપે રાજ્યમાં 55000 પથારીઓ પૈકીની 90 ટકા પથારીઓ ખાલી છે.આ વાત દર્શાવે છે કે રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here