હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો ધૂમ મચાવી રહ્યો છે જેમાં પોલીસકર્મી મહિલાને માસ્ક મામલે લાફો ઝીંકી દીધો હતા. પોલીસને મારવાનો પરવાનો કોને આપ્યો? આવી દાદાગીરી કેમ?

  • ગુજરાત પોલીસની કામગીરીનો વીડિયો વાયરલ 
  • માસ્કની બબાલમાં પોલીસકર્મીએ મહિલાને માર્યો લાફો
  • મહિલાને લાફો મારતો પોલીસકર્મીનો વીડિયો વાયરલ

ગુજરાત પોલીસની કામગીરીનો વીડિયો વાયરલ થયો છે. મહિલા રાડો પાડતી રહી અને પોલીસવાળો ન અટક્યો. 

માસ્કની બબાલમાં પોલીસકર્મીએ મહિલાને લાફો માર્યો હતો. મહિલાને લાફો મારતો પોલીસકર્મીનો વીડિયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં અમદાવાદના નામે વીડિયો વાયરલ થયો છે. 

માસ્ક ન પહેરવા બાબતે તકરાર થતા પોલીસે મહિલાને લાફો માર્યો છે. પોલીસ મહિલાના મિત્રને કારમાં બેસાડતા સમયે બબાલ થઈ હતી. મહિલાએ મિત્રને છોડાવવા પ્રયાસ કરતા લાફો માર્યો હતો. વીડિયો વાયરલ થતા પોલીસ અધિકારીઓ તપાસમાં અમદાવાદની પોલીસની ગાડી વીડિયોમાં જોવા મળી હતી. રાજકીય લોકો-સામાન્ય લોકો વચ્ચે ભેદભાવવાળી નીતિથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 


સળગતા સવાલ

  • શું પોલીસકર્મીને મહિલાને મારવાનો અધિકાર છે?
  • ખાખી પહેરી છે એટલે ગમે તેની પીટાઈ કરી નાખશો?
  • શું પોલીસખાતાને આવા પોલીસકર્મીઓને જરૂર છે?
  • મહિલા સ્વમાનની વાતોની શું આ જ વાસ્તવિકતા છે?
  • આવા ગુંડાગીરી કરતા પોલીસકર્મીના કારણે પોલીસ ખાતાની છાપ નહી ખરડાય?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here