નોર્વે (Norway)માં નવા વર્ષના ચાર દિવસ બાદ ફાઇઝર (Pfizer)ની કોરોના વાયરસ રસી (Corona Virus Vaccine) આપવાનું કામ શરૂ કર્યું. અત્યાર સુધીમાં અહીં 33000 લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે. નોર્વેમાં એ વાતની પહેલાં જ જાહેરાત થઇ ચૂકી હતી કે કોરોના રસી (Corona Vaccine)ની સાઇડ ઇફેકટ થશે. હવે આટલા બધા લોકોને રસી આપ્યા બાદ નોર્વે મેડિસિન એજન્સીએ કહ્યું કે 29 લોકોમાં સાઇડ ઇફકેટ દેખાઇ જેમાંથી 13 લોકોના મોત થયા છે.

રૂસી સમાચાર એજન્સી સ્પૂતનિકના રિપોર્ટ પ્રમાણે નોર્વેની મેડિસિન એજન્સીના મેડિકલ ડાયરેકટર સ્ટેઇનાર મેડસેન એ દેશના રાષ્ટ્રીય પ્રસારક એનઆરકે સાથે વાતચીતમાં કહ્યું કે આ 13 મોતોમાં પણ 9 લોકોને ગંભીર સાઇડ ઇફેકટ અને 7 લોકોને ઓછી સાઇડ ઇફકેટ થઇ છે. નોર્વેમાં કુલ 23 લોકોને રસી આપ્યા બાદ મોત થવા સાથે જોડવામાં આવી રહ્યા છે. તેમાંથી અત્યાર સુધીમાં કુલ 13 લોકોની તપાસ કરાઇ છે.

જે લોકોના મોત થયા તમામની ઉંમર 80 વર્ષ ઉપર

મેડસેન એ કહ્યું કે જે લોકોના મોતના સમાચાર છે તેમાંથી નબળા વૃદ્ધ લોકો હતા જે નર્સિંગ હોમમાં રહેતા હતા. આ દર્દીઓને રસી આપ્યા બાદ તાવ અને બેચેનીની સાઇડ ઇફેકટનો સામનો કરવો પડ્યો તેનાથી ગંભીર રીતે બીમાર પડી ગયા અને પછી મોતને ભેટયા.

મેડિકલ ડાયરેકટર સ્ટેઇનાર મેડસેને ભારપૂર્વક કહ્યું કે આ પ્રકારના કેસ દુર્લભ છે અને હજારો એવા દર્દીઓને આ રસી અપાઇ છે. જેમને હૃદયથી સંબંધિત બીમારી, ડિમેન્સિયા અને બીજી કેટલીય ગંભીર બીમારીઓ હતી. તેમણે કહ્યું કે તેઓ હજી સાઇડ ઇફેકટના આ મામલાને લઇ બહુ ખાસ ચિંતિત નથી. તેમણે કહ્યું કે અમે આનાથી ચિંતિત નથી. એ સ્પષ્ટ છે કે આ રસીનો કેટલાંક બીમાર લોકોને છોડીને બહુ ઓછો ખતરો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here