પોતાના માટે તો બધા કરે બીજા માટે કંઇક કરવા માટે મન અને ધગશ જોઇએ. બીજાને આપણી જુની વસ્તુ આપી દેતા પણ જીવ ન ચાલે ત્યારે બીજા માટે ઘસાઇ જવાની તાકાત પણ બધામાં હોતી નથી. સોની ટીવી પર દર શુક્રવારે કર્મવીર નામનો એક સ્પેશ્યલ એપિસોડ આવે છે જેમાં ખરા જીવનમાં કર્મવીરોની કથની કહેવામાં આવે છે અને તેમની સાથે તે ગેમ રમવામાં આવે છે. આ શુક્રવારે આપણા ગુજરાતના કચ્છથી પાબીબેન રબારી અમિતાભ બચ્ચનની સામે હૉટસીટ પર બેસશે.


  • પાબીબેન ગુજરાતનું ગૌરવ
  • કૌન બનેગા કરોડપતિમાં આવશે
  • પોતાની વૅબસાઇટ ચલાવે છે પાબીબેન

કોણ છે પાબીબેન 
પાબીબેન કચ્છના કુકડાસર ગામમાં જન્મ્યા હતા. તે ક્યારેય સ્કુલ નથી ગયા અને તેમની માતા ખુબ જ યંગ એજમાં વિધવા થઇ ગયા હતા. નાની બહેનોને મોટી કરવામાં અને સાચવવામાં પાબી બહેનનુ બાળપણ શિક્ષાથી વંચિત થઇ રહી ગયુ હતુ. 

કેવી રીતે હરી જરી સ્થપાઇ? 
પાબીબેને એમ્બ્રોઇડરી શીખી અને તે તેમના દહેજ માટેની રકમ ભેગી કરી શકે તેમના સમાજના મોટા માથાઓએ આ કળાને જ બંધ કરી દીધી અને કહ્યું કે આ ભરત-ગૂંથણમાં મહિલાઓનો ખુબ સમય જતો રહે છે. 

વેડિંગ એમ્બ્રોઇડરી બંધ થઇ પરંતુ પ્રોફેશનલ એમ્બ્રોઇડરી અલાઉડ હતી. જેનો પાબીબેને ફાયદો ઉઠાવ્યો અને 1998માં એક ગ્રુપ જોઇન કર્યુ અને ખુબ જ જલ્દી તે આ કામના માસ્ટર બની ગયા હતા. પાબી બેન સાથે કામ કરતી ઢેબરીયા બહેનો પણ તેમની આ કળાને જીવંત રાખવાનો રસ્તો શોધી રહી હતી. બાદમાં તેમણે મળીને હરી જરી નામની એક બ્રાન્ડની શરૂઆત કરી જે બોલિવૂડમાં પણ વખણાય છે. તેમની બેગના કારણે તેઓ પાબીબેન પર્સવાળા તરીકે પણ ઓળખાય છે. 

પાબીબેન પર્સવાળા
રબારી સમુદાયમાં, લગ્ન હોય ત્યારે, મહેમાનો પરત ફરે ત્યારે તેમના હાથમાં પૈસા અથવા માલના રૂપમાં, ભેટો સાથે પાછા મોકલવામાં આવે છે. પાબીબેનના લગ્નમાં કેટલાક વિદેશીઓ તેના સાસરિયા પક્ષ તરફથી આવ્યા હતા. પાબીબેન પાસે તેમને ભેટ આપવા માટે કંઈ જ નહોતું, તેથી તેણીએ તેમને દહેજની થેલી ભેટ કરી, જે લાક્ષણિક કચ્છી ભરતકામવાળી, એક સરસ રીતે ભરતકામ કરેલી બેગ હતી.

આજના સમયમાં શિક્ષણ હોવા છતાં રોજગારીનું સર્જન કરવું પણ મુશ્કેલ છે પરંતુ આનાથી ઉલટું  શિક્ષણનો અભાવ હોવા છતાં રોજગારીનું સર્જન કરવું આજના સમયમાં નવાઈ પમાડે તેવું છે.આ નવાઈ પમાડે તેવી બાબત સિદ્ધ કરી છે.કચ્છી આંત્રપ્રેન્યોર પાબીબેન રબારીએ…. તેણીએ માત્ર કચ્છના ભરતકામને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતી પ્રાપ્ત નથી કરાવી આ ઉપરાંત તેણી તેના ગામની મહિલાઓને રોજગારી પણ આપે છે.તેણીએ ભરતકામની કુશળતાનો ઉપયોગ કરીને તેના ગામની મહિલાઓને સમૃદ્ધ કરવામાં મદદ કરી રહી છે.

કચ્છ હસ્તકળાની બાબતમાં આગળ
ગુજરાતમાં  કલા અને હસ્તકલાની બાબતમાં કચ્છ ઐતિહાસિક સમયથી જ સમૃદ્ધ અને અગ્રેસર રહ્યું છે. રંગ અને સંસ્કૃતિ, સંગીત અને નૃત્યની આ ભૂમિના બિઝનેસ વુમન પાબીબેન રબારી છે, જેમણે ફક્ત તેમના ભદ્રૂઇ ગામમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં પોતાનું નામ રોશન કર્યું છે. તેમણે બાળપણમાં ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. તેણીએ નાનપણમાં જ તેના પિતાને ગુમાવ્યા, પરિવારનું ગુજરાન  ચલાવવા માટે તેની માતા સાથે મજૂર તરીકે કામ કર્યું, ચોથા ધોરણમાં ભણતી વખતે તેણીએ તેનું શિક્ષણ છોડવું પડ્યું. આ ઘટનાને ઘણા લોકોએ ભાગ્ય માન્યું હોત, પણ પાબીબેન આ બધાથી અલગ  હતા.તેમણે ભાગ્ય ન સમજીને એક ચેલેન્જ તરીકે સ્વીકારી. તેણીએ  નાની વયથી જ  ભરતકામનું કામ શીખી લીધું હતું. ભરતકામ અંગેની કુશળતા તેની માતા અને દાદી પાસેથી મેળવી હતી. તેથી, તેણીના રોજિંદા મજૂર કામની સાથે, અન્ય સંસ્થાઓ અને સંસ્થાઓ માટે કોઈ માન્ય માન્યતા ન હોવાના કારણે ઓછા વેતનથી ભરતકામના કામો કરાવતી હતી. 

વિદેશીઓની પસંદ પાબીબેનની બેગ
પાબીબેનની આ ડિઝાઇનવાળી બેગોથી વિદેશીઓ ખૂબ પ્રભાવિત થયા હતા અને તેની બેગ યુ.એસ. માં ખૂબ પ્રખ્યાત થઈ. તેથી, જ્યારે તેઓ પાછા ભારત આવ્યા ત્યારે તેઓએ પાબીબેનને તેના વિશે જણાવ્યું. આનાથી તેણીની વિચારસરણી બદલાઈ અને આમ, તેણે પોતાનો ભરતગુંથણવાળી બેગનો બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું. તેમણે ચાર-પાંચ વિવિધ ડિઝાઇનમાં બેગ બનાવ્યા. જોકે તે ભરતકામની કળા જાણતી હતી, પણ તે માર્કેટિંગ અંગે જાગૃત નહોતી. તે પછી તેને એક જાણીતા સ્ત્રોત દ્વારા સમર્થન આપવામાં આવ્યું જેણે તેમને માર્કેટિંગ વિશે સલાહ આપી.

પાબીબેન.કોમની સ્થાપના 
તેમણે માર્કેટિંગ અને અન્ય બાબતો જાન્ય બાદ તેણીએ સોનાના ઘરેણા ગીરવી મુકીને લોન લીધી. તેણીએ “પાબી બેગ” તરીકે ઓળખાતી શોપિંગ બેગના ઉત્પાદન માટે એક કંપનીની રચના કરી, જેનો ઉપયોગ બોલિવૂડ અને હોલીવુડના ઘણા મૂવીઝમાં થાય છે.2015માં, pabiben.com શરૂ કરાઈ. તેણીએ રબારી સમાજની મહિલાઓ તેમજ તેમના ગામની અન્ય મહિલાઓને સામેલ કરી. હવે તેઓ  વર્ષમાં 4 મહિના તેમના ઉત્પાદનો ઓનલાઇન અને આખા ભારતમાં થતા એક્ઝીબીશનમાં વેચે છે અને બાકીના 8 મહિના માટે, તેઓ કામ કરે છે. તેમનો પહેલો ઓર્ડર રૂ. 70,000નો હતો. તેઓએ એક નવી ભરતકામ આર્ટ ફોર્મની શોધ કરી, જેને ‘Hari Jari’ કહે છે. પાબી બેગ હવે યુએસ, યુકે,ઓસ્ટ્રેલિયામાં એક્ષ્પોર્ટ કરવામાં આવે છે. તેમનો પુત્ર અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કરે છે જે તેને વેબસાઇટ પર કામ કરવાનું શીખવે છે. pabiben.com  આજે એક મહિલાઓની હસ્તકળામાટેનું એન્ટરપ્રાઇઝ છે જે સ્ત્રીઓને સશક્ત કરવામાં મદદ કરે છે. પાબીબેન રબારીને  2018માં ગ્રામીણ વ્યવસાયમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો અને આ એવોર્ડ તેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે અપાયો હતો.

ઍવોર્ડ આપી સન્માન
આ ઉપરાંત તેઓને ૨૦૧૬માં જાનકીદેવી બજાજ અવોર્ડ રુરલ આંત્રપ્રેન્યોર તરીકે મળ્યો હતો. ગયા વર્ષે કંપનીનું ટર્નઓવર 25 લાખ રૂપિયા કરતા પણ વધુ હતું. આ સંખ્યા કદાચ મોટી ન લાગે, પરંતુ છેલ્લાં પાંચ વર્ષોમાં તેણીએ પોતાના સમુદાયના 160 પરિવારોને નોકરી આપી છે. 

પાબીબેન સાથે કામ કરતી 28 વર્ષીય મહિલા સોની રબારીએ જણાવ્યું હતું કે, “મારા પતિ સમાજના મોટા લોકો માટે પશુપાલન કરે છે અને વર્ષે 50,000 રૂપિયા મેળવે છે. અને આ રકમ માટે, તેઓ પરિવારને છોડીને જંગલમાં રહેતા. pabiben.com પછી, મેં મહિનામાં 10,000 રૂપિયાની કમાણી શરૂ કરી જે મારા પતિની કમાણી કરતાં ઘણી વધારે છે. હું હવે સશક્તિકરણની અનુભૂતિ કરું છું કારણ કે મારે તેની ઓછી આવક પર નિર્ભર રહેવાની જરૂર નથી, ” આવી ઘણી સ્ત્રીઓને રોજગારી અને સ્વનિર્ભરતાનો અહેસાસ કરાવી રહ્યા છે.પાબીબેન અને નિલેશભાઈ હવે તેમના જેવી અન્ય મહિલાઓને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here