પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટીએ નેશનલ પેન્શન સિસ્ટમથી આંશિક ઉપાડ માટે  નિયમોને સરળ કરી દીધા છે. બદલાયેલા નિયમાનુસાર, NPS સબસ્ક્રાઈબર હવે સેલ્ફ ડેક્લેરેશન દ્વારા આ ફંડને આંશિક રકમ ઉપાડી શકો છે. આ રકમ માત્ર 5 વર્કિંગ ડેની અંદર તેના બેંક અકાઉન્ટમાં ટ્રાંસફર થઈ જશે.

નિયમો મુજબ, NPSમાં ત્રણ વર્ષ સુધી જમા કરાવ્યા બાદ સબસ્ક્રાઈબર આંશિક રકમ ઉપાડવા માટે એલિવિજિબલ હોવો જોઈએ. તેને જેટલું કન્ટ્રીબ્યૂટ કર્યું હોય તેનું વધુમાં વધુ 25 % સુધી રકમ ઉપાડી શકે છે. હાલના નિયમાનુસાર જો કોઈ સબસ્ક્રાઈબરને આ ફંડથી ઓછી રકમ ઉપાડવી હોય તો તેને પહેલા નોડલ ઓફિસને એપ્લિકેશન લખવું પડે છે. આ ઉપરાંત ઉપાડની અનુમતિ માટે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ પણ જરૂરી છે. નવા નિયમ હેઠળ કોઈ કંટ્રીબ્યૂટર સેલ્ફ ડિક્લેરેશનના આધારા ઓછી રકમ ઉપાડી શકે છે.

ઓનલાઈન સુવિધા શરૂ થઈ ગઈ છે.

PFRDAએ કહ્યું કે, આ પ્રક્રિયાને સરળ બનાવવાના હેતુથી ઉપાડની ઓનલાઈન સુવિધા શરૂ કરવામા આવી છે. જોકે ઉપાડની સુવિધા શરૂ રહેશે. જો કોઈ સબસ્ક્રાઈબર એપ્લિકેશન દ્વારા ઉપાડ કરવા માંગતો હોય તો આ સુવિધા શરૂ રહેશે.

ઓનલાઈન ઉપાડ કરવા માટે

  • પ્રથમ CRA વેબસાઈટ (https://cra-nsdl.com/CRA/) પર જઈ તેમાં યુઝર આઈડી અને પાસવર્ડ નાખી લોગિન કરો.
  • હવે જે પેજ ખુલે તેમાં પાર્શિયલ વિદડ્રોલનો વિકલ્પ પસંદ કરો. તમે કેટલી રકમ ઉપાડી શકો છો તે તમારી સ્ક્રીન પર દેખાશે. ઉપાડના કારણોની જાણકારી આપો.
  • ત્યારબાદ Self declarationનું કામ પુરું કરવાનું રહેશે. પ્રક્રિયા પૂરી થયા બાદ રિક્વેસ્ટ સબમિટ કરવી પડશે. સબમિટ કર્યા પહેલા બેંક અકાઉન્ટ ડિટેલ તપાસી લો. OTP દ્વારા તમામ પ્રક્રિયા પૂરી થઈ જશે. જે દિવસે આ પ્રક્રિયા પૂરી થઈ જશે. તે દિવસને છોડી 4 વર્કિંગ ડેની અંદર તમારા અકાઉન્ટમાં પૈસા આવી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here