પેટ્રોલ-ડીઝલની કિંમતોની અસર તમામ વસ્તુઓ પર પડે છે. તેલ કંપનીઓ દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં બદલાવ કરે છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે શનિવારે વધારો નોંધાયો નથી. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં બુધવાર અને ગુરુવારે વધારો થયો હતો. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમત 82.07 રૂપિયા પ્રતિ લીટર છે જયારે ડીઝલ 80.72 રૂપિયા પ્રતિ લીટર છે. નવા ભાવ દરરોજ ઇન્ડિયન ઓઇલની વેબસાઈટ પર સવારે મુકાઈ જાય છે.

પેટ્રોલ-ડીઝલ

પ્રમુખ શહેરોમાં પેટ્રોલના ભાવ (શનિવાર)

  • દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 84.70 રૂપિયા પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલના 91.32 પ્રતિ લીટર રૂપિયા છે
  • કોલકત્તામાં પેટ્રોલના ભાવ 86.15 રૂપિયા પ્રતિ લીટર
  • ચેન્નાઇમાં 78.47 રૂપિયા પ્રતિ પેટ્રોલના ભાવ

પ્રમુખ શહેરોમાં ડીઝલના ભાવ (શનિવાર)

  • દિલ્હીમાં 78.88 રૂપિયા પ્રતિ લીટર ડીઝલ
  • મુંબઈમાં 81.60 રૂપિયા પ્રતિ લીટર ડીઝલ
  • કોલકત્તામાં 78.47 રૂપિયા પ્રતિ લીટર ડીઝલ
  • ચેન્નાઇમાં 80.19 રૂપિયા પ્રતિ લીટર ડીઝલ

આવી રીતે ચેક કરો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ

તમે તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત SMS દ્વારા પણ જાણી શકો છો. એના માટે તમારે એક મેસેજ કરવો પડશે અને તમામ ડીટેક તમને ફોનમાં મળી જશે. તમે મોબાઈલથી RSP અને પોતાના શહેરનો કોડ લખી 9224992249 નંબર પર મોકલી આપો.તમારા મોબાઈલ પર તાત્કાલિત તમારા શહેરના પેટ્રોલ-ડિઝલના ભાવ આવી જશે. દરેક શહેરનો કોડ અલગ અલગ છે, જે તમને IOCની વેબસાઈટ પર મળી જશે. તમે IOCની મોબાઈલ એપ પણ ઇન્સ્ટોલ કરી શકો છો.

દર સવારે બદલાય છે કિંમત

પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. સવારે 6 વાગ્યાથી નવા ભાવ લાગુ થઇ જાય છે. જો કે ઘણી વખત આગળના દિવસના રેટ સરખા જ રહે છે. પેટ્રોલ-ડીઝલમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા પછી તેનો ભાવ ડબલ થઇ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here