દેશમાં રસીકરણ અભિયાન સાથે રસી આપવાની કામગીરી કેવી રીતે કરવામાં આવે તે પણ તમામ લોકોના મનમાં ઉદભવતો મહત્વનો સવાલ છે. એક લાભાર્થીને રસી આપવામાં કેટલો સમય લાગે તે અંગે વાંચો અમારો ખાસ અહેવાલ

એક શખ્સને કોરોનાની રસી આપવાની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરતા એકથી દોઢ કલાકનો સમય લાગે છે. તેની સાથે કોરોનાની રસીની કોલ્ડ ચેઇન જળવાય રહે તે અગત્યની બાબત છે. રસી કેરીયરમાં 2થી 8 ડીગ્રીનું તાપમાન જળવાય તેની કાળજી પણ રાખવામાં આવે છે.  રસી આપવા માટે રસી લેનાર શખ્સના મોબાઇલ ઉપર કઇ તારીખે, કયાં સ્થળે, કયાં સમયે વેક્સિન લેવા જવાનું તેનો મેસેજ મોકલવાની કામગીરી કરવામાં આવે છે. મેસેજના આધારે રસી લેનાર આવે ત્યારે આઇડી પ્રુફ ચેક કર્યા બાદ યાદીમાં તેના નામ સામે ટીક કરવામાં આવે છે. બાદમાં હાથ સેનેટાઇઝર કરી રસી લેનારને વેઇટીંગ રૂમમાં બેસાડવામાં આવે છે.

વેક્સિન

ત્યારબાદ બીજા રૂમમાં રસી લેનારના આઇડીની સાથે ખરાઇ કર્યા બાદ કોવીન સોફ્ટવેરમાં નામ, ઉંમર, સરનામું, જેન્ડર સહિતની ખરાઇ કર્યા બાદ નોંધણી કરવામાં આવે છે.  રસી લેનાર આવનારને રસી આપવા માટે ત્રીજા રૂમ લઈ જવામાં આવે અને ફરીવાર આઇડીની સાથે વેરીફાય કરવામાં આવે છે. બાદ વેક્સીન આપી તેને ઓબ્જર્વેશન રૂમમાં 30 મિનિટ સુધી રાખવામાં આવે છે. જો તેને કોઇ રિએક્શન આવે તો એવીલ, ડેક્ઝોના, હાઇડ્રોકોટીઝોન તથા એન્ડ્રીનાલીન ઇન્જેક્શન સહિતની દવાની સુવિધા રસીકરણ કેન્દ્ર પર કરવામાં આવી છે.

કોરોનાની રસી ઇજાવાળી, બ્લડપ્રેશરવાળી અને ડાયાબિટીશવાળી વ્યક્તિ પણ લઇ શકશે. જોકે કોઇ લાભાર્થીને કોઇ તકલીફ હોય તો તેની તપાસ કર્યા બાદ રસી આપવાની કામગીરી કરવામાં આવશે.  રસીમાં કોલ્ડ ચેઇન જળવાય તે માટે દરેક પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો તેમજ અર્બન હેલ્થ સેન્ટરમાં આઇએલઆર ડીપ ફ્રીજની વ્યવસ્થા રાખવામાં આવી છે. જ્યારે સબ સેન્ટરમાં વેક્સિનને લઇ જતી વખતે વેક્સીન કેરીયરમાં આઇસપેક મુકીને ટેમ્પેચર 2થી 8 ડીગ્રી જળવાય તેની પણ કાળજી રાખવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here