અયોધ્યામાં બનનારા રામ મંદિર માટે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે પાંચ લાખ રૂપિયા દાનમાં આપ્યા હતા. રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ ગેવ ગિરિ મહારાજ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાધ્યક્ષ આલોક કુમાર સહિત વિશ્વ હિન્દુ પરિષદના ટોચના નેતાઓ આજે સવારે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને મળ્યા હતા.

લાંબા સમયથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા હીરાના વેપારી અમદાવાદના ગોવિંદભાઇ ધોળકિયાએ 11 કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા. મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંઘ ચૌહાણે એક લાખ રૂપિયા લખાવ્યા હતા. આજથી રામ મંદિર માટે ફાળો ઊઘરાવવાની શરૂઆત થઇ હતી. એનો શુભારંભ રાષ્ટ્રપતિથી થયો હતો.

વામાં આવશે. 10 રૂપિયાથી એક હજાર રૂપિયા સુધીની કુપન તૈયાર કરવામાં આવી છે. બે હજારથી વધુ ફાળો આપનારને પાકી રસીદ આપવામાં આશે.

મકર સંક્રાન્તિ પૂરી થયા બાદ આજથી એટલે કે પોષ સુદ એકમથી રામ મંદિર માટે ફાળો ઊઘરાવવાની ઔપચારિક શરૂઆત થઇ હતી. જે ફાળો એકઠો થશે એમાંથી ભવ્ય રામ મંદિર બનાવવામાં આવશે. રામ મંદિર ટ્રસ્ટના એક પ્રવક્તાએ કહ્યું કે જે મુસ્લિમો પ્રેમથી ફાળો આપવા માગતા હશે તેમની પાસેથી પણ દાન સ્વીકારવામાં આવશે.

બીજી બાજુ પીઢ કોંગ્રેસી નેતા અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો કમલ નાથ અને દિગ્વિજય સિંઘે રામ મંદિરની કલ્પના મૂળ રાજીવ ગાંધીની હતી એમ કહીને કોંગ્રેસ દ્વારા પણ રામ મંદિર માટે ફાળો ઊઘરાવવાનું શરૂ કર્યું હતું. કેટલાક મુસ્લિમ નેતાઓએ પણ રામ મંદિર માટે ફાળો ઊઘરાવવાની જાહેરાત કરી હતી. ઉત્તર પ્રદેશના ઘણા મુસ્લિમ વિસ્તારોમાં પણ ભગવાન રામ અને હનુમાનજીની પૂજા આરતી થાય છે. મુસ્લિમ મહિલાઓ સુંદરકાંડનો નિયમિત પાઠ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here