અમેરિકાના ઈલેક્ટેડ પ્રમુખ જો બાઈડેન અને ઉપપ્રમુખ કમલા હેરિસના શપથગ્રહણ સમારોહમાં લેડી ગાગા અને જેનિફર લોપેઝ સહિતના સુપરસ્ટાર્સ પરફોર્મ કરશે. જસ્ટિન ટિંબરલેક, જોન બોન જિવો, ડેમી લોવેટો અને એન્ટ ક્લેમોંસ  વગેરે સમારોહમાં પરફોર્મન્સ આપશે. ૨૦મી જાન્યુઆરી શપથગ્રહણ સમારોહ યોજાશે.

અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ જો બાઈડેન અને ઉપપ્રમુખ કમલા હેરિસ ૨૦મી જાન્યુઆરીએ શપથ ગ્રહણ કરશે. આ શપથગ્રહણ સમારોહમાં ટોચના કલાકારો પરફોર્મ કરશે. જેનિફર લોપેઝ, લેડી ગાગાને આ સમારોહ માટે આમંત્રણ અપાયું છે.ડોનાલ્ડ ટ્રમ્પ આ શપથગ્રહણ સમારોહમાં હાજરી આપશે નહીં. અમેરિકાના ઈતિહાસમાં ૧૮૬૯ પછી  પ્રથમ વખત એવું બનશે કે પૂરોગામી પ્રમુખ અનુગામી પ્રમુખના શપથગ્રહણ સમારોહમાં હાજર રહેશે નહીં.

શપથગ્રહણ સમારોહમાં ડેમોક્રેટ મેજોરિટી લીડર ચુક શુમાર હાજર રહેશે. ચુક શુમાર માટે આ ટર્મ ખૂબ જ મહત્વની રહેશે. જો બાઈડેન પ્રમુખપદનો કાર્યભાર સંભાળશે તે સાથે જ ટ્રમ્પ સામે મહાભિયોગ ચાલી શકે છે. એ સંજોગોમાં ડેમોક્રેટિક પાર્ટીના લીડર શુમારની ભૂમિકા મહત્વની સાબિત થશે.

દરમિયાન એફબીઆઈએ કહ્યું હતું કે કેપિટલ હિલની હિંસાના આરોપમાં ૧૦૦ કરતાં વધુ ભાંગફોડિયા તત્વોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ આરોપીઓની પૂછપરછ શરૃ કરાઈ છે અને હજુ પણ આ ઘટનામાં સંડોવાયેલા અન્ય લોકોની ઓળખની પ્રક્રિયા ચાલી રહી છે. એફબીઆઈએ ૨૦મી જાન્યુઆરીએ હિંસાના બનાવોની ચેતવણી આપી છે. ૨૦મી જાન્યુઆરી શપથગ્રહણ સમારોહ વખતે હિંસાના બનાવો બની શકે એવી શક્યતાના પગલે સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ કરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here