ગુજરાતમાં શનિવારથી કોરોનાની રસી આપવાની કામગીરીનો પ્રારંભ થઇ રહ્યો છે પણ આ રસીકરણને ય રાજકીય રંગ આપી આપી દેવાયો છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના રસી સેન્ટરો પર ભાજપના મંત્રી, ધારાસભ્ય, સાંસદ અને બોર્ડ-નિગમના પૂર્વ ચેરમેન, પૂર્વ ધારાસભ્ય સહિતના હોદ્દેદારોને હાજર રહેવા સૂચના આપી દેવામાં આવી છે.

એટલું જ નહીં, પ્રત્યેક રસી સેન્ટર પર ભાજપના મહાનુભાવો મુખ્ય અતિિથપદે હાજર રહી રસીકરણનો પ્રારંભ કરાવશે. કોરોનાની મહામારીમાંથી જાણે ભાજપે ગુજરાતીઓને મુક્ત કરાવ્યા હોય તેવો આખોય માહોલ રસી સેન્ટર પર ઉભો કરવા આયોજન કરાયુ છે. શનિવારથી રાજ્યમાં રસીકરણનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે ગુજરાતીઓ માનસિક રીત ખૂબ જ સ્વસૃથ થયા છે.રાજ્યમાં 161 સ્થળોએ કોરોનાની રસી આપવાનો પ્રારંભ થશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન સંબોધન કરે તેવી શક્યતા છે.

વેક્સિન

રૂપાણી સહિત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદ સિવિલમાં રસીકરણ વખતે ઉપસિૃથત રહેશે. ગુજરાતમાં રસી સેન્ટર પર રસીકરણ વખતે ભાજપના મંત્રીઓ, ધારાસભ્ય , સાંસદ, પૂર્વ ધારાસભ્ય, બોર્ડ નિગમના ચેરમેન, ભાજપના પ્રદેશ પ્રમુખ, વિધાનસભાના અધ્યક્ષ, વિધાનસભાના ભાજપના દંડક હાજરી આપશે. રસીકરણને રાજકીય રંગ આપી દેવાયું છે. પ્રથમ તબક્કામાં કોરોના વોરિયર્સને રસી આપવાનું સરકારે નક્કી કર્યુ છે ત્યારે કોરોનાની રસીને લઇને લોકોમાં ડર અને અસમંજસમો મહોલ પ્રવર્તી રહ્યો છે ત્યારે ખુદ ભાજપના મંત્રી-નેતાઓ ય રસી લેવાના મતમાં નથી .

કોરોનાની રસીનો ય રાજકીય લાભ લેવા ભાજપે રણનિતી ઘડી છે.  આગામી દિવસોમાં સૃથાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે લોકોની સહાનુભૂતિ જીતવા રસીને ચૂંટણીનું ભાથુ બનાવવા ભાજપે આયોજન કર્યુ છે. રસી સેન્ટર પર અમે જ તમારા તારણહાર એવુ લોકોમાં પ્રસૃથાપિત કરવા તૈયારીઓ કરાઇ છે.   આમ,કોરોનાની રસી પણ રાજકારણનો ભોગ બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here